Satya Tv News

ગુજરાત હાઇકોર્ટે આજથી ત્રણ વર્ષ પહેલા મહેસાણાના એક આરોપીને જામીન પર છોડવા હુકમ કર્યો હતો. જોકે અમદાવાદની સાબરમતી જેલના સત્તાધીશોએ હાઇકોર્ટના આદેશને પણ અવગણી અને 3 વર્ષ સુધી આરોપીને છોડ્યો ન હતો. આ તરફ હવે આ બાબત ગુજરાત હાઇકોર્ટના ધ્યાને આવતા કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. નોંધનીય છે કે, આ પહેલા પણ જેલમાંથી મોબાઈલ મળવાને લઈને પણ સાબરમતી જેલ વિવાદમાં આવી ચૂકી છે.

હાઇકોર્ટે મહેસાણાના એક આરોપીને 3 વર્ષ પહેલા જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યા બાદ પણ સાબરમતી જેલના સત્તાધિશોએ આરોપીને જેલમુક્ત કર્યો ન હતો. જેને લઈ હવે જેલ સત્તાધીશોએ હાઇકોર્ટમાં કહ્યું છે કે, કોરોનાકાળ હોવાથી હાઈકોર્ટના હુકમ પર ધ્યાન ન ગયું. આ તરફ હવે ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે, જેલ સત્તાધીશોએ યુવકના 3 વર્ષ બગાડ્યા હોવાથી 14 દિવસમાં વળતર ચૂકવો. આ સાથે હાઈકોર્ટે બેદરકારીની નોંધ લઇ રૂ. 3 લાખનો દંડ ફટકાર્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે આવા કેસની યાદી બનાવી હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવા રજિસ્ટ્રીને આદેશ કર્યો છે.

error: