Satya Tv News

દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે,’ આપસી સહમતિથી છૂટાછેડા માટે બીજી અરજી ત્યારે દાખલ કરવામાં આવે છે જ્યારે દંપતિ 6 મહિના પછી બીજી વખત કોર્ટમાં હાજર થાય છે. કોર્ટે કહ્યું કે બીજી અરજી દાખલ કરવા માટે ઓછામાં ઓછા 6 મહિનાનો ઈન્ટરવલ સમયગાળો આપવામાં આવે છે જેનો એકમાત્ર ઉદેશ્ય પક્ષોને પહેલી અરજી બાદ પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટેનો સમય આપે છે. જો કોઈ પણ પક્ષ નિર્ણય પર પુનર્વિચાર કરવા તથા સહમિત પાછી ખેંચવાનો નિર્ણય લે છે તો તેમા કંઈ જ ગેરકાનૂની નથી.’

હાઈકોર્ટે આ આદેશ ફેમિલી કોર્ટનાં એક આદેશને પડકારતી પતિની અરજીને ફગાવતાં આપ્યો હતો. ફેમિલી કોર્ટે પરસ્પર સહમતિથી છૂટાછેડા લેવાનાં MoUનું પાલન ન કરવાને લઈને પત્ની સામેની પતિની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યુ,’ કે પત્નીને છૂટાછેડા આપવાની કોઈ ઈચ્છા નથી કારણકે તે પહેલાથી જ દાંપત્ય અધિકારો પુન:સ્થાપિત કરવા માટે અરજી આપી ચૂકી છે અને એટલું જ નહીં દંપતિની પુત્રીની કસ્ટડી પોતાની પાસે રાખવાની પણ માંગ કરી છે.’ ટૂંકમાં જો MoU સાઈન કર્યા પછી ઈન્ટરવલ પિરીયડ બાદ બીજી અરજીનાં સમયે જો કોઈ પક્ષ પોતાની સહમતિ પાછી ખેંચવા ઈચ્છે છે તો તેમાં કંઈ જ ગેરકાનૂની નથી.

error: