Satya Tv News

નર્મદા માં માંગરોલ ગામના ઘરોમાં પાણી તો ઓસર્યા પણ લોકોની આંખો ના આંસુ નથી ઓસરી રહ્યા

નર્મદા ડેમના ઉપરવાસ માંથી 19 લાખ ક્યુસેક પાણી આવતા પાણી નર્મદા બંધ ના 23 ગેટ ખોલી નર્મદા નદીમાં છોડવામાં આવતા મધ્ય રાત્રિએ લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. અને માંગરોળ ગામ બેટ માં ફેરવાઈ ગયું. આખા ગામમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે હવે ભોગ બનનાર ગ્રામજનો સરકાર પાસે સહાય ની અપેક્ષા રાખી રહ્યા છે.

નર્મદાના પાણી ઓસરતાં બેટ માં ફેરવાયેલ માંગરોળ ગામનો રસ્તો ખુલ્લો થતા ગામની મુલાકાત લેતા માંગરોલ ગામના ઘરોમાં પાણી તો ઓસર્યા પણ લોકોની આંખો ના આશું નથી ઓસરી રહ્યા. કેમ કે માંગરોલ ગામ પાણી માં તરબોળ હતું જે મુક્ત થયું પરંતુ ઘરોમાં ખુબ નુક્સાન થયું. ઘર વખરી નો સમાન સહિત તમામ સામાન ક્યાંક તો તણાઈ ગયો કે ખરાબ થઈ ગયો અને લોકો બે દિવસ થી ભૂખ્યા રહી તંત્ર સહાય પહોચાડે ભોજન પહોચાડે ની માંગ કરી રહ્યા છે. સાથે લોકો ને થયેલ નુક્સાન ને પગલે સરકાર સહાય આપે એવી પણ લોકો ની માંગ ઉઠી છે. લોકો ક્યાંક તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે તો કોક નેતાએ પાણી આવશે ની કોઈ જાણ ગામના લોકો ને કરી નહોતી. રાત્રીના એકદમ પાણી ઘુસતા ઊંચાઈ વાળા વિસ્તાર માં લોકો જીવ બચાવી ભાગ્યા હતા. હવે જીવ તો બચાવી લીધો પણ સરકાર આવાસ સહિત ઘરવખરી નો સામાન આપે એ જરૂરી બન્યું છે. માટે તંત્ર અને રાજકીય નેતાઓ પર બેઘર બનેલા ગ્રામજનો આશા સેવી બેઠા છે.

વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: