છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સવારે જાહેર સભાને સંબોધવાના હોય અને મહિલાઓની 33%અનામત માટે તાજેતરમાં જ ઐતિહાસિક બહુમતીથી લોકસભામાં બિલ પાસ કરવામાં આવ્યૂ તેના ભાગરૂપે બપોરના બે વાગ્યા પછી વડોદરા નવલખી મેદાન ખાતે મહિલાઓના અભિવાદન કાર્યક્રમ યોજાશે, ત્યારે તે માટેની તડામાંર તૈયારીના ભાગરૂપે ડભોઇ ધારાસભ્ય શૈલેષ મહેતાના અધ્યક્ષ પણા હેઠળ ભાજપ સંગઠન અને કાર્યકરો સાથે ડભોઇ સર્કિટ હાઉસ ખાતે મીટીંગ યોજી હતી.
બોડેલી ખાતે 70 હજાર વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓનો વિતરણ કાર્યક્રમ અને રાજ્યના 45 સો કરોડ વિકાસલક્ષી પ્રોજેક્ટનું પણ ખાતમુર્હુત અને લોકાર્પણ કાર્યક્રમ બાદ દરેક ધારાસભ્ય વિસ્તારમાંથી 5000 બહેનોને નવલખી મેદાન ખાતે ઉપસ્થિત રહેવા અને ભાઈઓ એ પણ તે માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, સ્વાગત અને અભિવાદન કાર્યક્રમમાં વડોદરા જિલ્લા આનંદ ખેડા ખાતેથી આશરે 1 લાખ મહિલાઓ કાર્યક્રમમાં હાજર રહે તે માટે વાહન વ્યવસ્થા સહિત બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. 27 વર્ષ પછી ઐતિહાસિક મહિલાઓ માટેનું બિલ પાસ થયું હતું. મોદી હે તો મુમકીન હૈ મહિલા અનામત બિલ પાસ કરવામાં તમામ પક્ષોએ સહકાર આપ્યો હતો. આ યોજાયેલી બેઠકમાં વડોદરા જિલ્લા ભાજપ સમિતિના મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ જિલ્લા ઉપપ્રમુખ મહેશ દાજી મહિલા મોરચા પ્રમુખ અને બહેનો યુવા મોરચા શહેર ભાજપ સમિતિ તાલુકા પંચાયત અને નગરપાલિકા જિલ્લા પંચાયત ચૂંટાયેલી પાંખના સદસ્યો વિગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ