Satya Tv News

ઓભા ગામના માહ્યાવંશી ફરીયામાં ઉજવણી
23સપ્ટેમ્બરના રોજ ડૉ. બાબા સાહેબની ઉજવણી
દિપ પ્રાગટય વિધિ કરી પુષ્પાંજલિ અર્પણ કરી
બાળકોને બોલ પેન અને ચોકલેટનુ વિતરણ કરાયું
સમગ્ર વાતાવરણ બાબા સાહેબના નારાથી ગુંજીયું

હાંસોટ તાલુકાના ઓભા ગામના માહ્યાવંશી ફળીયામા આંબેડકર ચોકમા તારીખ.23.9.2023 ના રોજ ડૉ. બાબા સાહેબના સંકલ્પ દિવસની આનંદ અને ઉલ્લાસ ભર્યા વાતાવરણ મા ઊજવણી કરવામાં આવી.

ઓભા ગામના માહ્યાવંશી ફરીયા ના ભાઈ. બહેનો અને વડીલોની હાજરીમા સંકલ્પ દિવસ 23સપ્ટેમ્બર ની ઉજવણી કરવામાં આવી. વડીલ ભગુ આર પરમાર અને દોલત કે પરમારના હસ્તે દિપ પ્રાગટય વિધિ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પ્રાસંગિક પ્રવચન મહેન્દ્ર જે પરમાર મુકેશ એન પરમાર. સંદીપ જી પરમારે કર્યા હતા. મહેન્દ્ર જે પરમાર તરફ થી અભ્યાસ કરતા બાળકોને બોલ પેન અને ચોકલેટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ નુ આયોજન મહેન્દ્ર. જે પરમારે તરફ થી કરવામાં આવ્યું હતું બાબા સાહેબ જિંદાબાદ. જબતક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા ના નારા સાથે સમગ્ર વાતાવરણ બાબા સાહેબ ના નારા થી ગુંજી ઉઠ્યું હતું. બાબા સાહેબ નુંગીતનું સમૂહ ગાન કરવા મા આવ્યુ હતુ.

વિડીયો જર્નાલિસ્ટ હેમંત ચાસીયા સાથે સત્યા ટીવી હાંસોટ

error: