Satya Tv News

દેવરિયામાં એક મહિલાનું લગ્ન પહેલા કોઈ અન્ય સાથે અફેર ચાલી રહ્યું હતું. મહિલાએ લગ્ન કરી લીધા પરંતુ તે પોતાના બોયફ્રેન્ડને ભૂલી શકી નહીં. લગ્ન બાદ પણ મહિલા પોતાના બોયફ્રેન્ડને ગુપ્ત રીતે મળતી રહી. એક દિવસ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડને મળવા માટે સાસરીમાં પહોંચી ગયો. સાસરિયાઓએ મહિલા અને તેના પ્રેમીને રંગેહાથ પકડીને માર માર્યો હતો. પ્રેમીને માર મારતા જોઈને મહિલા તેના પતિ સામે હાથ-પગ જોડવા લાગી હતી, આ પછી પતિનું દિલ પીગળી ગયું અને ત્યાર બાદ તેણે એક સાહસિક નિર્ણય લીધો જે બધા નથી લઈ શકતા.

શુક્રવારે રાત્રે ગોપાલગંજ જિલ્લાનો રહેવાસી આકાશ કુમાર શાહ પોતાની પ્રેમિકાને મળવા માટે દેવરિયાના બનારાહા પહોંચ્યો હતો. આ વાતની જાણ પ્રેમિકાના સાસરીયાને થતાં તેઓએ ગામ લોકો સાથે મળી પ્રેમી આકાશને પકડીને માર માર્યો હતો. બોયફ્રેન્ડને માર મરાતો જોઈને પત્ની વચ્ચે પડી અને પતિ સામે હાથ-પગ જોડવા લાગી હતી. પત્નીની આંખમાં આંસુ જોઈને પતિનું દિલ પીગળી ગયું. પતિએ પત્નીને પ્રેમી વિશે પૂછપરછ કરી હતી અને તેના પરિવારના સભ્યોને બોલાવ્યા હતા અને પત્નીના લગ્ન પ્રેમી સાથે કરાવવાનો નિર્ણય જાહેર કરતાં લોકો ચોંકી ગયા હતા. લોકોએ સમજાવ્યો પણ તેનો નિર્ણય અફર હતો. આ પછી પતિએ રુબરુ હાજર રહીને પત્નીના તેના પ્રેમી સાથે લગ્ન કરાવી આપીને તેને લીલા તોરણે વિદાય આપી હતી.

error: