Satya Tv News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતના મહેમાન બનવાના છે.ગાંધીનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરત જોશી દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવ્યા અનુસાર, ગાંધીનગરના સેક્ટર 30 સર્કલથી ઇન્દ્રોડા પાર્ક સુધીના માર્ગ પર વાહનવ્યવહાર આજે સાંજે 4 વાગ્યાથી આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધી બંધ રહેશે. આ ઉપરાંત ઇન્દ્રોડા પાર્કના રસ્તા પરથી પસાર થતા વાહનોને ડાયવર્ટ કરાશે. આ રોડ તરફ જતા વાહનોને ઘ રોડ તરફ ડાયવર્ટ કરાશે. જ્યારે ચિલોડા તરફથી આવતા વાહનોને રોડ નંબર 7 પર ડાયવર્ટ કરાશે.

PM મોદીના જાસપુર ઉમિયા ધામના કાર્યક્રમ હાજરી આપશે. જેથી ઇન્દિરા બ્રિજથી ચિલોડા સર્કલ સુધીના રોડ પર 50 મીટર સુધીનો વિસ્તાર ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે. તો ઇન્દ્રોડા સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધીના રોડ પર 50 મીટર સુધીનો વિસ્તાર ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરાયો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રી રોકાણ ગાંધીનગર રાજભવન ખાતે કરશે. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજભવન ખાતે પીએમ મોદી કેટલાક મંત્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ સાથે મુલાકાત કરી શકે છે. તો રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ આજે બેઠક યોજાઈ શકે છે.

error: