ચીનના હોંગઝોઉમાં ચાલી રહેલા એશિયન ગેમ્સ 2023ના ચોથા દિવસે ઘણા ગેમ્સ રમાઈ. ભારતે એશિયન ગેમ્સના શરૂઆતી ત્રણ દિવસોમાં 3 ગોલ્ડ સહિત કુલ 14 મેડલ જીત્યા હતા. પરંતુ હવે મહિલાઓએ બાજી મારી છે અને ભારતને વધુ એક ગોલ્ડ જીતાડ્યો છે. ભારત એશિયન ગેમ્સના પોઈન્ટ ટેબલ પર હાલ ત્રીજા ક્રમે છે. ભારતીય ખેલાડીઓનો પ્રયત્ન છે કે તે વધારેમાં વધારે મેડલ જીતીને દેશનું ગૌરવ વધારે.
ભારતે મહિલાઓની 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે એશિયન ગેમ્સમાં પોતાનો ચોથો ગોલ્ડ જીત્યો છે. ભારતને મનુ ભાકર, રિદમ સાંગવાન અને ઈશા સિંહની ટીમે ગોલ્ડ જીતાડ્યો છે.મનુ ભાકર, રિદમ સાંગવાન અને ઈશા સિંહની ટીમે 25 મીટર ટીમ ઈવેન્ટમાં 1729નો સ્કોર બનાવીને ગોલ્ડ પોતાના નામે કરી દીધો છે. ચીન 1727ના સ્કોરની સાથે બીજા સ્થાન પર છે. કોરિયાએ 1712ના સ્કોરની સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.