Satya Tv News

રેશાંય આપઘાત કરતા પહેલા તેની માતાને એક ટેક્સ્ટ સંદેશ મોકલ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે તે અંગત કારણોસર પોતાનું જીવન સમાપ્ત કરી રહ્યો છે. દીકરાનો આવો મેસેજ વાંચીને મા હાંફળી-ફાંફળી થઈ ગઈ હતી અને તેને શોધવા લાગી હતી. માતા સ્વરૂપા રેડ્ડીએ છોકરાની શોધખોળ શરૂ કરી અને પછી લગભગ 3 વાગ્યે રાયદુરગામ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પોલીસે જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે કિશોરે એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સ છોડ્યું ન હતું. ત્યારબાદ, તેનો મૃતદેહ આજે વહેલી સવારે ત્રીજા ગેટ પાસે, ડેક વિસ્તારમાં, ગ્રાઉન્ડ ફ્લોર પર મળી આવ્યો હતો,

રેયાંશ હૈદરાબાદની સ્કૂલમા 10મા ધોરણમાં ભણતો હતો પરંતુ તેને ભણવામાં ખૂબ સ્ટ્રેસ આવતો હતો. આ કારણસર તેણે અંતિમ પગલું ભર્યું હતું. રેયાંશે આપઘાત પહેલા કલાકો સુધી ગેમ રમી હોવાનું પણ સામે આવ્યું છે. કદાચ ગેમ પણ તેના મોતનું કારણ હોઈ શકે. આ ઘટના બાદ વાલીઓએ ચેતવા જેવું છે. સ્ટડી સ્ટ્રેસને કારણ આપઘાતની ઘણી ઘટનાઓ બનતી હોય છે. માટે બાળકો પર ભણવાનું કોઈ પ્રેશર ન નાખો.

error: