Satya Tv News

તમિલનાડુના ખેડૂતોનું કહેવું છે કે જો કર્ણાટક કાવેરીનું પાણી નહીં છોડે તો જળ સંકટના કારણે ખેડૂતો ડાંગરની ખેતી કરી શકશે નહીં. કર્ણાટક તેમને જાણી જોઈને ગરીબી તરફ ધકેલ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જીવિત રહેવા માટે તેઓને ઉંદરનું માંસ ખાવા માટે મજબૂર થવું પડશે.આ પહેલીવાર નથી જ્યારે ખેડૂતોએ વિરોધની આ પદ્ધતિ અપનાવી હોય. 2017 માં, 65 વર્ષીય ચિન્નાગોડાંગી પલાનીસામીએ તમિલનાડુમાં ખેડૂતોની દુર્દશા તરફ સરકારનું ધ્યાન દોરવા માટે તેમના દાંત વચ્ચે એક જીવતો ઉંદર પકડ્યો હતો.

સુપ્રિમ કોર્ટે કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટી અને રેગ્યુલેશન કમિટીના આદેશોમાં દખલ કરવાનો ઇનકાર કર્યા પછી કર્ણાટકના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ આદેશોમાં કર્ણાટકને પડોશી તમિલનાડુને 5,000 ક્યુસેક પાણી છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
ખેડૂત સંગઠન અને કન્નડ સમર્થક સંગઠન કાવેરી બેસિન જિલ્લા મૈસુર, માંડ્યા, ચામરાજનગર, રામનગરા, બેંગલુરુ અને રાજ્યના અન્ય ભાગમાં વિરોધ પ્રદર્સન કરી રહ્યા છે. તે રાજ્ય સરકારના પાડોશી રાજ્ય માટે પાણી ન છોડવાનો આગ્રહ કરી રહ્યા છે. કર્ણાટકનું કહેવું છે કે, તે પાણી છોડવાની સ્થિતીમાં નથી. કારણકે, વરસાદમાં ઓછા વરસાદના કારણે પાણીની ઉણપ છે. કાવેરી બેસિન વિસ્તારમાં ઉભા પાકોની સિંચાઈ અને પાણી સંબંધી આવશ્યકતાઓના કારણે તેમને ખુદ તેની જરુરત છે.

error: