Satya Tv News

શુક્રવારે ગણેશ વિસર્જન દરમિયાન 14 વર્ષનો લખન સુરતના ડૂમસ બીચથી દરિયાના ઉંડા પાણીમાં ગરક થયો હતો. જોકે, લખન ડરવાને બદલે દરિયા સામે બાથ ભીડી પાણીમાં તરતો રહ્યો. જેના થોડા સમય બાદ દરિયામાં લાકડાની પાટ મળતાં તે પાટ પર બેસી ગયો હતો. સુરતમાં ડૂબેલો લખન સતત 36 કલાક સુધી દરિયામાં પાણી અને ભોજન વિના તરતો રહ્યો હતો. જે બાદ ડૂમસથી 60 કિમી દૂર નવસારીના ધોલાઇ બંદર પાસે જોવા મળ્યો હતો.

36 કલાકમાં દરિયામાં લખન 22 નોટિકલ માઇલ દૂર નવસારી પહોચ્યો હતો. આ દરમિયાન માછીમારોની નજર પાણીમાં તેના પર પડતા તેઓ તાત્કાલિક બોટ તેની પાસે લઈને પહોંચ્યા અને તેને બચાવી લીધો હતો. માછીમારોએ લખનને તેમની બોટમાં બેસાડી પોલીસ પ્રશાસનનો સંપર્ક કર્યો હતો અને સવારે 5 વાગ્યે બોટમાં લખનને સલામત લઈને ધોલાઈ પહોંચ્યા હતા.ધોલાઈ પહોંચતા જ લખનને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જે બાદ લખનને ધોલાઈથી નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. બીજી બાજુ લખનના માતા-પિતાએ પોતાના બાળકના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. લખનના દરિયામાં ડૂબી જવાની અને બચી જવાની કહાની સાંભળી તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. લખન 36 કલાક દરિયા સામે ઝઝુમી જીવતો મળતાં માતાપિતા ખુશખુશાલ થઈ ગયા હતા.

error: