Satya Tv News

શિયાળો 20 થી 25 દિવસ મોડો આવે તેવી શક્યતાઃ પરેશ ગોસ્વામી (હવામાન નિષ્ણાંત)
આ બાબતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, દેશમાં ઘણા સમયથી ચોમાસાની પેટર્ન બદલાઈ છે. વર્ષ 2023 નું ચોમાસુ 10 દિવસ મોડું ગુજરાતમાં પ્રવેશ્યું હતું. ત્યારે હવે શિયાળાની વાત કરીએ તો ચાલુ વર્ષે શિયાળો 20 થી 25 દિવસ મોડો આવે તેવી શક્યતા છે. સામાન્ય રીતે જોવા જઈએ તો 10 ઓક્ટોમ્બર સુધી રાજ્યમાં જે પવનની દિશાઓ હોય છે એ દક્ષિણ-પશ્ચિમની હોય છે. 10 ઓક્ટોમ્બર પછી ઉત્તર-પૂર્વનાં પવનો સેટ થતા હોય છે. ચાલુ વર્ષે પણ 10 ઓક્ટોમ્બર પછી ઉત્તર-પૂર્વનાં પવનો સેટ થવાનું શરૂ થઈ જશે. ઉત્તર ભારતની અંદર ઓક્ટોમ્બર એન્ડમાં અને નવેમ્બરની શરૂઆતમાં બરફ વર્ષાની શરૂઆત થાય છે. અને ઉત્તર-પૂર્વનાં પવન હોય જેથી 1 લી નવેમ્બરથી ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે.

20 થી 25 દિવસ શિયાળો આ વર્ષે મોડો જોવા મળશેઃ પરેશ ગોસ્વામી પરંતું ઉત્તર-પૂર્વનાં જે પવનો છે એ 10 ઓક્ટોમ્બર પછી સેટ થઈ જશે. પરંતું ઉત્તર ભારતમાં અલનીનોની કંડીશનને કારણે બરફ વર્ષ છે એ 20 દિવસ મોડી શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. ત્યારે 1 લી નવેમ્બરની જગ્યાએ 20 અથવા 25 નવેમ્બરથી ગુજરાતમાં ઠંડીની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. એકંદરે જોવા જઈએ તો 20 થી 25 દિવસ શિયાળો આ વર્ષે મોડો જોવા મળશે. દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ભારે ઠંડી સારી જોવા મળે તેવું મારૂ અનુમાન છે.

error: