જીણોદ ગામે “૭૪મા વનમહોત્સવ” ની ઉજવણી
તાલુકા કક્ષાનો “૭૪મા વનમહોત્સવ” ની ઉજવણી
રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં વનમહોત્સવની ઉજવણી
મંત્રીએ લીલી ઝંડી આપી વૃક્ષરથને કર્યું પ્રસ્થાન
નમો વડ વનનાં નિર્માણનું અભિયાન હાથ ધર્યું
સામાજીક વનીકરણ વિભાગ-સુરત ઓલપાડ રેન્જમાં ઓલપાડ તાલુકાના જીણોદ ગામે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં “૭૪ માં વનમહોત્સવ”ની ઉજવણી કરવામાં આવી હતી.
હાલના સમયમાં કોન્ક્રીટના જંગલો વધી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃત્ત છે. સમગ્ર ગુજરાતમાં ૮૫ નમો વડ વન તૈયાર કરવામાં આવ્યા છે, તેજ પ્રમાણે વન કવચ જે જાપાનીસ પદ્ધતિથી વૃક્ષો ઉગાડવામાં આવે છે,જેમાં જે વૃક્ષનો ૩ વર્ષમાં ઉછેર થાય તે આ પદ્ધતિમાં ૧ વર્ષમાં તૈયાર થાય છે.,વન કવચ જ્યારે તૈયાર થશે, ત્યારે આસપાસના લોકો માટે સારું એવું પર્યટક સ્થળ મળી રહેશે. આજે વૃક્ષો વાવેતર ખૂબ જરૂરી છે, કારણ કે ક્લાઈમેટ ચેન્જ થઈ રહ્યું છે.આખા વર્ષમાં ગમે ત્યારે વરસાદ આવવાની ઘટના બનતી હોય છે .અને તે માટે પર્યાવરણ માટે વૃક્ષોનું વાવેતર ખૂબ જરૂરી છે.વન મહોત્સવના ભગીરથ કાર્યમાં સૌ રોપા વાવી તેનું જતન કરી ઉછેરીને ગ્રીન ગુજરાત કલીન સાથે ઓલપાડ તાલુકો અને સમગ્ર સુરત જીલ્લાને હરિયાળું બનાવવા આહવાન કર્યું હતું.
ઓલપાડ તાલુકાના મિરજાપોર ખાતે વન વચ બનાવવામાં આવ્યા છે. વન કવચ એક જાપાનીઝ પદ્ધતિ છે કે, જેમાં વૃક્ષો ઝડપથી ઉગે છે. અને થોડા વર્ષોમાં ગાઢ જંગલ તૈયાર થાય છે. ઉપરાંત સુરત જિલ્લામાં નમો વડ વનનાં નિર્માણનું અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે, જે રાજ્યમાં વટવૃક્ષની પૌરાણિક અને ઐતિહાસિક મહત્તા પુનઃ પ્રસ્થાપિત કરશે.
વિડીયો જર્નાલિસ્ટ પરેશ પ્રજાપતિ સાથે સત્યા ટીવી સુરત