Satya Tv News

YouTube player

એક તારીખ,એક કલાક”સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિ
ધારસભ્યની ઉપસ્થિતિમાં મહાશ્રમદાન કાર્યક્રમ
પૂજ્ય બાપુને સાચા અર્થમાં અર્પણ કરાઈ શ્રધ્ધાંજલી

ભરૂચ સ્વચ્છતા હી સેવા “એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે ભરૂચના જ્યોતિનગર રોડ,ભોલાવ ખાતે અને નગપાલિકા દ્વારા સ્ટેચ્યૂ પાર્કથી ધારસભ્ય  રમેશ મિસ્ત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વચ્છતા હી સેવા માસની ઉજવણી અન્વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી પહેલી ઓક્ટોબર 2023ના દિવસે દેશના તમામ વિસ્તારોમાં જન પ્રતિનિધિઓની આગેવાની હેઠળ “એક તારીખ એક કલાક” સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવેલ છે.ગાબ્રેજ ફ્રી ઈન્ડિયાના થીમ સાથે ગામો કચરા મુક્ત બને તે માટે એક તારીખ, એક કલાક અન્વયે મહાશ્રમદાન કરી સમગ્ર જિલ્લાના આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ, શાળાઓ, પ્રવાસન સ્થળો, ગૌ-શાળાઓ, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો તેમજ ગામના જાહેર સ્થળો કે જ્યાં કચરો નાખવામાં આવતો હોય તેવી જગ્યાઓને સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવેલ છે.મહાશ્રમદાન થકી સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી અને ઝીરો વેસ્ટને પ્રોત્સાહન મળે તે પ્રકારનો મુખ્ય અભિગમ રહેલ છે.ત્યારે આ અભિયાનમા સ્વૈચ્છિક રીતે જોડાઈ શ્રમદાન કરી આપણું ગામ, તાલુકો અને જિલ્લો તેમજ આપણા દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી કરી સંપૂર્ણ સ્વસ્થ અને સ્વચ્છ બનાવું એ આપણી પણ નૈતિક જવાબદારી છે, ત્યારે ભરૂચ શહેરમાં આજરોજ ભોલાવ ગ્રામ પંચાયતમાં આવેલ જ્યોતિનગર સહિતના વિસ્તારોમાં જ્યારે ભરૂચ નગરપાલિકાના વિસ્તારમાં આવતા તમામ વોર્ડમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી..

આ મહાશ્રમદાન કાર્યક્રમમાં ધારા સભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ,ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અતોડરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, જિલ્લા વિકાસ અધિકારી  પી આર જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ વી ડાંગી, સહિત જિલ્લા પંચાયતના સદસ્યો સહીત પદાધિકારી અને અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો જોડાઈ સફાઈ અભિયાનમાં જોડાયા હતા.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે  સત્યા ટીવી ભરૂચ

error: