Satya Tv News

YouTube player

ભરૃચના ડોગ બાઈટના કેસમાં ભારે ઉછાળો   
સિવિલ હોસ્પિટલમાં 705 કેસ નોંધાયા
બાળકો,વૃદ્ધો પણ બની રહ્યા છે શ્વાનનો શિકાર

ભરૃચ શહેર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી શ્વાન કરડવાના કિસ્સામાં ભારે ઉછાળો આવ્યો જયારે આ સપ્ટેમ્બર માસમાં સિવિલ હોસ્પિટલ માં 705 કેસ નોંધાયા છે .

ભરૃચ શહેર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી શ્વાન કરડવાના કિસ્સામાં ભારે ઉછાળો આવ્યો હોય સપ્ટેમ્બર માસમાં ભરૃચ સિવિલ હોસ્પિટલ માં 705 કેસ નોંધાયા છે .જેઓને વિનામૂલ્ય સારવાર આપવામાં આવી હતી.ભરૃચ શહેર જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક વર્તાઈ રહ્યો છે.વિવિધ વિસ્તારોમાં રખડતા આ શ્વાન આવતા જતા લોકોને કરડવાના તેમજ  વાહનચાલકોની પાછળ દોડતા અકસ્માત પણ થવાના બનાવો પણ બની રહ્યાં છે.શ્વાનના અણિયાળા દાંત નો શિકાર નાના બાળકો થી લઈ વૃદ્ધો પણ બની રહ્યા છે.સપ્ટેમ્બર માસના અંત સુધીમાં જ ભરૃચ સિવિલ હોસ્પિટલ માં 705 કેસ આવ્યા હોવાનું   ડો.થડાણીએ જણાવી તેનાથી બચવા માટે જરૂરી સૂચનો આપી સારવાર પણ અહી વિનામૂલ્યે કરવામાં આવી હોવાનું કહ્યું છે. અને સિવિલમાં વેક્સિન અને દવા પણ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું.ભરૃચ શહેર જિલ્લામાં વધતા જતા શ્વાન કરડવાના કિસ્સાથી તંત્ર આવા શ્વાનના આતંક સામે સુરક્ષા માટેની વ્યવસ્થા કરે તે આવશ્યક છે.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાતેહ સત્યા ટીવી ભરૂચ

error: