દાહોદ, સુરત અને જેતપુરમાં એક-એક યુવકના હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યાં છે. જેતપુરમાં એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું છે. મૂળ નેપાળનો અને છેલ્લા ઘણા સમયથી જેતપુર ખાતે આવેલ વેલકમ ચાઇનીઝ નાસ્તાની દુકાનમાં કામ કરતો 39 વર્ષીય કેસર દિલબહાદુર ખત્રી નામનો યુવક અચાનક ઢળી પડ્યો હતો. રતના કીમ ગામના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું છે. અંકલેશ્વરમાં ચાલુ નોકરીએ અંકુર ઘોડિયા નામના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો.દાહોદમાં હૃદય રોગના હુમલાથી થિયેટરના કલાકારનું મૃત્યુ થયું છે. બોમ્બે ખાતે રહેતા 39 વર્ષીય ભાસ્કર ભોજક દાહોદ ખાતે એંફી થિયેટરમાં નાટક ભજવવા આવ્યા હતા.