ભક્તેશ્વર હોલ ખાતે ઇનામ વિતરણ કાર્યક્રમ
રાણા સમાજ પરિવારના દ્વારા વિતરણ કાર્યક્રમ
સમાજના તારલાઓને ઇનામ,શિક્ષણ કીટ અપાઈ
શિશુ 1થી12,કોલેજના વિદ્યાર્થીઓને ઇનામો અપાયા
અખિલ ભારત રાણા સમાજ પ્રેરિત ભરૂચ શહેર સોસાયટી વિસ્તાર રાણા સમાજ પરિવાર દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓ માટે શૈક્ષણિક પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી રાણા સમાજ પરિવારના અલગ અલગ ગામેથી આવીને ભરૂચ શહેર ખાતે વસેલા છે.અત્યારના આધુનિક યુગમાં અલગ અલગ ક્ષેત્રમાં દરેક સમાજ કેવી રીતે આગળ વધે અને પ્રગતિ કરે તે હેતુસર અનેક કાર્યક્રમો કરતા રહે છે, ત્યારે ભરૂચ શહેરના સોસાયટી વિસ્તાર રાણા સમાજ દ્વાર ભક્તેશ્વર હોલ ખાતે સમાજના તેજસ્વી તારલાઓનું ઇનામ અને શિક્ષણ કીટ આપવામાં આવી હતી.રાણા સમાજના યુવક-યુવતીઓ શૈક્ષણિક ક્ષેત્રે વધુને વધુ સફળતા મેળવી તેમના જીવનમાં યશ પ્રાપ્તિ મેળવે અને સમાજનું ગૌરવ વધારે તેવા ધ્યેય સાથે તેઓને શૈક્ષણિક પ્રોત્સાહનરૂપી ઇનામ આપવામાં આવ્યા હતા.શિશુ 1થી12 ધોરણ અને કોલેજના વિદ્યાર્થીઓને ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને સમાજના આગેવાનો દ્વારા પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમારંભના પ્રમુખ અનિલ રાણા,સનત રાણા,કમલ ક્લોલિયા,ડો હિરેન રણા,શશાંક રણા,મહેશ રણા સહિત સમાજના વડીલો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ