Satya Tv News

YouTube player

BDR સેલના કર્મચારીઓ ભૂખ હડતાળ પર
રેલ્વેકોલોની પાસે કામદારોએ હડતાળ કરી શરૂ
કંપની તરફથી ઓછું વેતન આપવાના આક્ષેપો
કર્મચારીઓની માંગણીનો ઉકેલ આવે તેવી માંગ 

ભરૂચ-–દહેજ રેલ્વે કંપનીના BDR સેલમાં કામ કરતા કર્મચારીઓને મેનેજમેન્ટ તરફથી અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે ભૂખ હડતાળ પર ઉતર્યા.

ભરૂચ દહેજ રેલ્વેના BDR સેલ વિભાગમાં કામ કરતા કામદારો આજે કંપની મેનેજમેન્ટ સામેના પોતાના પડતર પ્રશ્નોને લઈ ભૂખ હડતાળ ઉપર બેસ્યા હતા, ભરૂચના રેલ્વે કોલોની નજીક કામદારોએ આજથી ભૂખ હડતાળની શરૂઆત કરી હતી.કર્મચારીઓને રેગ્યુલર કરવાની માંગ ઉચ્ચારી હતી, તેમજ વેતન પણ કંપની તરફથી ઓછું આપવામાં આવતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા, તેમજ 2012 થી લઈ અત્યાર સુધી 12 કલાકની નોકરી કરાવી 8 કલાક જેટલું જ વેતન આપવામાં આવતા કર્મચારીઓએ તમામ મુદ્દાના નિરાકરણ માટે આજરોજ આખરે કંપની મેનેજમેન્ટ સામે ભૂખ હડતાળ પર ઉતરી જઈ તેઓની માંગણીઓનો વહેલી તકે ઉકેલ આવે તેવી માંગ કરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: