ભેંસ દોઢ લાખ રૂપિયાનું મંગલસૂત્ર ઓગળી જતા ખેડૂતના ઘરમાં અંધાધૂંધી મચી ગઈ હતી.ભૂલથી મંગલસૂત્ર સોયાબીન અને મગફળીના ફોતરાની થાળીમા રાખી દીધું હતું. ત્યારબાદ રામહરિની પત્ની સ્નાન ફરી આવી હતી. પરંતુ પત્નીએ મંગળસૂત્ર ક્યાં રાખ્યું હતું તે પોતે ભૂલી ગઇ હતી. તેણીએ થાળીમાં ફોતરાની થાળી ભેંસને ધરી દીધી હતી. બાદમાં તે પોતાના કામ કરવા લાગી હતી.પછી એકાએક પોતાનું મંગલસૂત્ર ગાયબ થયું હોવાનું જાણ થતા પોતાના પગ તળેથી જમીન ખસકી ગઈ હતી.
મહિલાને એકાએક યાદ આવ્યું કે તેણે પોતાનું મંગળસૂત્ર એક થાળીમાં મૂક્યું હતું અને તે થાળીનો સામાન તો ભેંસને ખવડાવી દીધો હતો. બાદમાં ઉહાપોહ થઈ ગયો હતો અને મહિલાએ પોતાના પતિને વાત કરતા જ પતિએ સ્થાનિક વેટરનરી ઓફિસર બાલાસાહેબ કૌંદાને જાણ કરી હતી. આથી ડોક્ટર દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરતા જ ભેંસના પેટમાં કેટલીક સામગ્રીના સંકેતો મળ્યા હતા. બાદમાં ભેંસના પેટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તાત્કાલિક ભેંસની સર્જરી કરવામાં આવી અને પછી તેના પેટમાંથી મંગળસૂત્ર કાઢવામાં સફળતા મળી હતી. આ ઓપરેશન લગભગ બે કલાક સુધી ચાલ્યું હતું અને બાદમાં ભેંસને 60-65 ટાંકા લેવાની નોબત આવી હતી.