ભાડભૂત ગામ ખાતે મારામારીનો બનાવ
રાઠોડ,મિસ્ત્રી સમાજના વચ્ચે મારા-મારી
મિસ્ત્રી,માછી સમાજ દ્વારા હુમલો કરાવ્યો
આરોપીઓ વિરુદ્ધ 307 ની કલમ કરી એડ
આરોપીઓ સામે કાર્યવાહી કરવાની કરી માંગ
આદિવાસી સમાજના નેજા હેઠળ આપ્યું આવેદન
ભરૂચના ભાડભૂત ગામ ખાતે રાઠોડ સમાજ અને મિસ્ત્રી સમાજના વ્યકતીઓએ વચ્ચે થયેલી મારા-મારીમાં રાઠોડ સમાજના વ્યકતીને થયેલી ગંભીર ઈજાઓ બાદ પણ પોલીસ દ્વારા 307 ની કલમ નહિ નોંધાતા રાઠોડ સમાજના લોકોએ આદિવાસી સમાજના નેજા હેઠળ આવેદનપત્ર આપ્યું હતું.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે મંગળવારના રોજ રાઠોડ સમાજના લોકોએ સમસ્ત ભરૂચ જીલ્લા આદિવાસી સમાજના નેજા હેઠળ આવેદનપત્ર આપ્યું હતું.જેમાં જણાવ્યું હતું કે,કમલેશ સોમા રાઠોડ ભાડભુત ગામના રાઠોડ ફળીયામા રહે છે. તેઓના કુંટુંબીજનો ઉપર ભાડભુત ગામના મિસ્ત્રી તથા માછી સમાજ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં કમલેશ રાઠોડને માથાના પાછળના ભાગે લોખંડનો સળીયો માર્યો હતો. જેથી તેને ગંભીર ઇજા થઈ હતી.જેથી આ કામના આરોપીઓ સામાવાળા વિરૂદઘ આઇપીસી કલમ 307, દાખલ કરવી જોઇએ. પરંતુ પોલીસ દ્વારા આઇપીસી કલમ 307 દાખલ કરવામાં આવી ન હતી.જ્યારે એક સગીર બાળકી પ્રિયંકા નિતીશ રાઠોડનાઓને સદર કામના આરોપીઓએ મારમારી ફેંકી દીધેલ છતાં પણ સદર કામના આરોપીઓ વિરૂદઘ પોકસોની કલમ પણ દાખલ કરાઈ ન હતી.જેથી આ આરોપીઓ વિરુદ્ધ 307 ની કલમ એડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ