નેત્રંગમાં શોયઁ યાત્રાનું ઠેર-ઠેર શાનદાર સ્વાગત
DYSP સહિત પોલીસતંત્રનો કાફલો ગોઠવાયો
જયશ્રી રામના નારાથી વાતાવરણ બન્યું ભક્તિમય
પી એસ.આઇ દ્વારા યોજાયું ફૂડ પેટ્રોલિંગ
વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળે દેશભરમાં શોયઁ યાત્રાનું આયોજન કરાયું છે. ત્યારે ગત રોજ શોયઁ યાત્રા રાજપારડી થી નીકળી નેત્રંગ ખાતે આવી પોહચતા ભવ્ય સ્વાગત કર્યું હતું.
વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા દેશભરમાં શોયઁ યાત્રાનું આયોજન કરાયું છે. ત્યારે ગત રોજ શોયઁ યાત્રા રાજપારડી થી નીકળીને જેસપોર, બલેશ્વર ક્રિકેટ ગ્રાઉન્ડ પર આવી પોહચતાં નેત્રંગ પ્રખંડનાં બજરંગીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરી નેત્રંગ સુધી બાઇક રેલી સ્વરૂપે લઈ આવ્યા. નેત્રંગનાં જીનબજાર,ગાંધીબજાર,જવાહર બજાર,નેત્રંગ ચારરસ્તા થઇ સ્વામીનારાયણ મંદિર વિસ્તારમાં ફરી હતી.ભગવાન રામ પ્રતિમાનું હિંદુ સમાજના આગેવાનો દ્વારા આરતી ઉતારી ઠેર-ઠેર સ્વાગત કરાયું હતું, સાથે જયશ્રી રામ,જયશ્રી રામ,નાં નારા સાથે આકષઁણ કેન્દ્ર બન્યું હતું.સમગ્ર યાત્રા દરમ્યાન કોઈ અનિચ્છિત બનાવ ન બને તે માટે અંકલેશ્વર વિભાગીય પોલીસવડા ચિરાગ દેસાઈ અને નેત્રંગ પોલિશ સ્ટેશનના પીએસઆઇ આર.આર ગોહિલ સહિત પોલીસતંત્ર સુરક્ષા-વ્યવસ્થાબંધ ખડેપગે તૈયાર રહી હતી.
વિડીયો જર્નાલિસ્ટ મિતેષ આહીર સાથે સત્યા ટીવી નેત્રંગ