Satya Tv News

YouTube player

ભાદરવાના 16 દિવસો શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખાય
શ્રાદ્ધ કર્મ માટે શ્રદ્ધાળુઓ ચાંદોદ ખાતે પધારિયા
પૂર્વજો શ્રાદ્ધની વિધિમાં કરી રહ્યા છે મોક્ષની કામના
ચાંદોદ ખાતે શ્રદ્ધાળુઓનું ઘસારો જોવા મળ્યો

શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય સર્વપિતૃ શ્રાદ્ધ કર્મ માટેના ઉત્તમ સ્થળ એવા દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પધારી શ્રદ્ધાળુઓ પૂર્વજો પ્રત્યેનું ઋણ અદા કરી તેઓના મોક્ષની કામના કરતા રહ્યા છે.

હિન્દુ શાસ્ત્રમાં ભાદરવા સુદ પૂર્ણિમાથી ભાદરવા વદ અમાસ સુધીના 16 દિવસો શ્રાદ્ધ પક્ષ કે પિતૃપક્ષ તરીકે ઓળખાય છે. આ શ્રાદ્ધ પક્ષના હાલ દિવસો ચાલી રહ્યા છે, ત્યારે ગુજરાત ભરમાંથી શ્રદ્ધાળુઓ પૂર્વજો પ્રત્યેનું ઋણ અદા કરવા,પૂર્વજોની મુક્તિ અર્થે સર્વપિતૃ શ્રાદ્ધ માટેના ઉત્તમ સ્થળ એવા વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે મોટી સંખ્યામાં પધારી રહ્યા છે. પોતાના સ્વજન જે તિથિએ મૃત્યુ પામ્યા હોય એ તિથિએ તીર્થમાં આવી પોતાના તીર્થગોર પાસે શ્રાદ્ધની વિધિમાં શ્રદ્ધાપૂર્વક જોડાઈ પૂર્વજોના મોક્ષની કામના કરી રહ્યા છે.શ્રાદ્ધપક્ષ-પિતૃપક્ષ ચાલી રહ્યો છે, ત્યારે પિંડદાન,પિતૃ તર્પણ,પિતૃદોષ,નારાયણ બલી જેવા શ્રાદ્ધાદિક કર્મ અર્થે ચાંદોદ ખાતે શ્રદ્ધાળુઓનું ઘસારો જોવા મળી રહ્યો છે

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: