કેટલાક સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે બોલિવુડ એક્ટર આમિર ખાન અને સની દેઓલ એક ફિલ્મમાં સાથે કામ કરશે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મને ફેમસ ડાયરેક્ટર રાજકુમાર સંતોષી ડાયરેક્ટ કરવાના છે. હવે આખરે આ ફિલ્મની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થઈ ગયું છે. ‘આમીર ખાન પ્રોડક્શન’ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મનું ટાઈટલ ‘લાહોર 1947’ રાખવામાં આવ્યું છે.પોસ્ટમાં લખ્યું હતું કે “હું અને આમિર ખાન પ્રોડક્શનની આખી ટીમ સની દેઓલ સાથેની અપકમિંગ ફિલ્મની જાહેરાત કરવા માટે ઉત્સાહિત અને ખુશ છીએ, જેના ડાયરેક્શન રાજકુમાર સંતોષી છે અને ફિલ્મનું ટાઈટલ લાહોર 1947 છે. વધુમાં કહેવામાં આવ્યું હતું કે, “ટેલેન્ટેડ એક્ટર સની દેઓલ અને મારા ફેવરેટ ડાયરેક્ટર રાજકુમાર સંતોષી સાથે કોલોબ્રેટ કરવાનો આનંદ છે.”