Satya Tv News

6 ઓક્ટોબરે ઈડી ઓફિસમાં હાજર થવા માટે આ સમન્સ જાહેર કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રણબીર સિવાય અન્ય કેટલાક કલાકારોના અને સિંગર્સના નામ પણ તેમાં સામે આવી શકે છે. રણબીરે મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપ કેસના આરોપી સૌરભ ચંદ્રાકરના લગ્નમાં હાજરી આપી હતી. હવાલા દ્વારા તેના પર કલાકારોને પૈસા આપવાનો આરોપ છે. આ કેસમાં ઈડી રણબીરની 6 ઓક્ટોબરે પૂછપરછ કરશે.

સૌરભ ચંદ્રાકર છત્તીસગઢનો રહેવાસી છે. તે ઓનલાઈન સટ્ટાબાજીનો બિઝનેસ કરે છે. આ વર્ષે તેના લગ્ન થયા હતા. તેને પોતાના લગ્નમાં અંદાજે 200 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તેના લગ્ન દુબઈમાં થયા હતા, જેમાં તેને બોલિવુડના ઘણા સ્ટાર્સને પરફોર્મ કરવા માટે બોલાવ્યા હતા. ઈડીએ જ્યારે મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપની તપાસ શરૂ કરી ત્યારે 5000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો. તપાસમાં બોલિવુડના 14 સ્ટાર્સના નામ પણ સામેલ છે. હવે આ જ કેસમાં રણબીર કપૂરને પણ સમન્સ પાઠવવામાં આવ્યું છે અને તેની પણ પૂછપરછ કરવામાં આવશે.

error: