Satya Tv News

ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં એક ભેંસની અંતિમયાત્રા મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. આ અનોખો રિવાજ દેશમાં પહેલીવાર જોવા મળ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સેંકડો સ્થાનિક લોકો આ ભેંસની અંતિમયાત્રામાં જોડાયા હતા. બેન્ડ બાજા સાથે ભેંસોની અંતિમયાત્રા કાઢી હતી. વીડિયોમાં લોકો રડતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બુધવારે ગઈ કાલે  ભેંસનું અચાનક મૃત્યુ થયું હતું.સવારે ભેંસના મોતના સમાચાર મળતાં ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા. રડતા રડતા પ્રાદેશિક લોકો મૃત ભેંસના અંતિમ દર્શન કરવા માટે આવવા લાગ્યા.આ દરમિયાન ગામમાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.ગામલોકોએ હિંદુ રીતરિવાજ મુજબ ભેંસને નવડાવી હતી. આ પછી તેમની પૂજા કર્યા બાદ ભેંસને નવા વસ્ત્રો, લાલ ચુનરી અને ફૂલની માળા આપવામાં આવી હતી. ત્યારપછી ભેંસના મૃતદેહને જેસીબી મશીન પર મૂકીને અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. આ સ્મશાન યાત્રા દરમિયાન ભેંસોની સંભાળ રાખનાર દરેક ગ્રામજનો રડતા જોવા મળ્યા હતા. ગ્રામજનોએ ગામની બહાર ઊંડો ખાડો ખોદીને વિધિવત રીતે ભેંસોને દાટી દીધી હતી. આ પછી ગ્રામજનોએ જોરદાર મિજબાનીની તૈયારી શરૂ કરી દીધી છે. આ મિજબાનીમાં આસપાસના અનેક ગામોના ગ્રામજનો પણ ભાગ લેશે. આ અનોખી સ્મશાનયાત્રા ગામડેથી જિલ્લા સુધી ચર્ચાનો વિષય બની છે.

error: