Satya Tv News

RBI MPCની બેઠકમાં મુખ્ય વ્યાજ દર એટલે કે રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે RBIની નાણાકીય નીતિ સમીક્ષા બેઠક 4 ઓક્ટોબરથી શરૂ થઈ હતી, જે આજે સમાપ્ત થઈ હતી. આ બેઠકમાં રેપો રેટ, મોંઘવારી, જીડીપી વૃદ્ધિ અને અન્ય આર્થિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આજે બેઠક પૂરી થયા બાદ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે આરબીઆઈ એમપીસીના નિર્ણયો વિશે માહિતી આપી હતી.

સેન્ટ્રલ બેંક આરબીઆઈએ મે 2022 થી ફેબ્રુઆરી 2023 વચ્ચે રેપો રેટમાં સતત 6 વખત વધારો કર્યો હતો. મે 2022 માં, તે 4 ટકાથી વધારીને 4.90 ટકા કરવામાં આવ્યું હતું અને હવે તે 6.50 ટકા છે. છેલ્લી વખત ફેબ્રુઆરી 2023માં તેને 6.25 ટકાથી વધારીને 6.50 ટકા કરવામાં આવ્યો હતો. ત્યારપછી સતત ચોથી વખત તેમાં કોઈ ફેરફાર થયો નથી. મે 2022 પહેલા વાત કરીએ તો મે 2020માં રેપો રેટ 4.40 ટકાથી ઘટાડીને 4 ટકા કરવામાં આવ્યો હતો.

error: