Satya Tv News

ભારત સરકારે કેનેડાને રાજદૂતોની સંખ્યામાં સમાનતા રાખવા માટે 10 ઑક્ટોબર સુધીનો સમય આપ્યો હતો. એટલે કે 10 ઑક્ટોબર સુધીમાં ભારતમાં રહેલ પોતાના 62માંથી 41 રાજદૂતોને પાછા બોલાવી લેવાનું કહ્યાં બાદ ટ્રૂડો સરકારે નવી દિલ્હીમાં પોતાના હાઈ કમિશનથી કર્મચારીઓને દક્ષિણ-પૂર્વ એશિયામાં સ્થળાંતરિત કરી દીધાં છે.

કેનેડિયન મીડિયા સીટીવીની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેનેડાએ પોતાના મોટાભાગનાં રાજદૂતોને ભારતથી નિકાળીને મલેશિયા અથવા તો સિંગાપોર સ્થળાંતરિત કરી દીધાં છે. પરંતુ નવી દિલ્હીથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

કેનેડાએ આ કામ ત્યારે શરૂ કર્યું જ્યારે ભારતે આ અઠવાડિયાની શરૂઆતમાં કેનેડાને પોતાનાનાં દૂતાવાસમાં કામ કરી રહેલાં રાજદૂતોની સંખ્યા ઓછી કરવા માટે કહ્યું હતું. ખાલિસ્તાની અલગાવાદી હરદીપ સિંહ નિજ્જરની જૂનમાં થયેલી હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીનાં કેનેડાનાં પ્રધાનમંત્રી ટ્રૂડોનાં આરોપો બાદ બંને દેશોની વચ્ચેનાં સંબંધો બગડ્યાં હતાં.

error: