રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા 11 માસનાં કરાર આધારિતા જ્ઞાન સહાયકોની નિમણૂંક કરવા માટેની જાહેરાત કર્યા બાદ ઠેર ઠેર આ યોજનાનો વિરોધ કરાયો હતો. ત્યારે 26 ઓગસ્ટથી સૌ પ્રથમ માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયકનાં ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ થઈ હતી. જે બાદ 4 સપ્ટેમ્બરે તેની મુદ્દત પૂર્ણ થતી હતી. જેને લંબાવીને 11 સપ્ટેમ્બર સુધી કરવામાં આવી હતી. જે બાદ માધ્યમિક વિભાગમાં ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ તયા બાદ જ્ઞાન સહાયક બનવા માટે 19050 ઉમેદરાવોએ ફોર્મ ભર્યા હતા.
માધ્યમિક વિભાગની ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિકમાં જ્ઞાન સહાયક બનવા માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સરકાર દ્વારા 17 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરવાની તારીખ નક્કી કરવામાં આવી હતી. જે બાદ સરકાર દ્વારા ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કર્યો હતો. ત્યારે પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયક માટે 98 ટકા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાનો શિક્ષણ વિભાગે દાવો કર્યો હતો.