રાજ્યમાં રખડતા ઢોરને લઈ સરકાર દ્વારા એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં (1) રખડતા પશુ પકડવાની કામગીરી દરરોજ ચાલુ રહેશે. (2) તમામ કોર્પોરેશન અને નગરપાલિકા વિસ્તારમાં પ્રાણીઓના RFID ટેગ લગાવાશે. (3) તમામ નગરપાલિકા અને કોર્પોરેશન વિસ્તારમાં ઢોરવાડા ઉભા કરવામાં આવશે. (4) ઢોરવાડાઓને સફાઈ અને હાઈજીન પ્રત્યે પૂરતી તકેદારી અપાશે. (5) ઢોરવાડામાં રાખવામાં આવેલા પશુને કોઈપણ બીમારી અથવા રોગ ન થાય તેની તકેદારી રખાશે. (6) જે પશુ માલિકો પાસે પોતાના પશુને સાચવવા પૂરતી સુવિધા નહી હોય તો સ્થાનિક કોર્પોરેશન કે નગર પાલિકા વિનામૂલ્યે આવા પશુનું નિર્વહણ કરશે.
(7) નગર પાલિકાઓમાં રખડતા પશુના ત્રાસને ડામવા માટે ચાલુ વર્ષે 10 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. (8) વર્ષ 2023-24 માટે 30 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. (9) મહાનગર પાલિકા દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયા છે. (10) પશુઓને રખડતા મુકનારની સામે ભારતીય દંડ સહિતની જુદી-જુદી કલમો અંતર્ગત કામગીરી કરશે. (11) ભારતીય દંડ સંહિતાની કલમ 332, 338, 188, 189 હેઠળ ગુનો નોંધાશે. (12) વારંવાર પશુને રખડતા મૂકનાર પશુ માલિક અને માથાભારે તત્વો સામે PASA હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરાશે. (13) રખડતા પશુને પકડવાની કામગીરી કરનાર CNCD વિભાગને પૂરતું પોલીસ રક્ષણ આપવામાં આવશે.