Satya Tv News

ભારતે 19મી એશિયન ગેમ્સના 14માં દિવસે તીરંદાજીમાં ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મહિલા ગોલ્ડ મેડલ મેચમાં ભારતની જ્યોતિ સુરેખાએ દક્ષિણ કોરિયાની સો ચાએ વોનને 149-145ના માર્જિનથી હરાવ્યું. અદિતિએ ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.શનિવારે પુરુષોની તીરંદાજી સ્પર્ધામાં ભારતે ગોલ્ડ અને સિલ્વર જીત્યા હતા. ફાઈનલમાં ભારતના ઓજસે ભારતના જ અભિષેક વર્માને 149-147થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો અને અભિષેક વર્માએ સિલ્વર મેડલથી સંતોષ મનાવવો પડ્યો હતો. મતલબ ભારતે તીરંદાજીમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ બંને જીત્યા હતા.

19મી એશિયન ગેમ્સના 14માં કબડ્ડીમાં મહિલા ખેલાડીઓએ ગોળ મેડલ જીતી ઈતિહાસ રચતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી શુભકામના પાઠવી હતી, સાથે જ એશિયન ગેમ્સમાં 100 મેડલ જીતવા પર દરેક રમતમાં મેડલ જીતનાર ખેલાડીઓને PM મોદીએ શુભેચ્છા પાઠવી હતી.

error: