Satya Tv News

સિક્કિમમાં આવેલા પ્રલયમાં ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે એવામાં હવે વહીવટીતંત્રએ માંગન જિલ્લાના લાચેન નજીક શાકો ચો તળાવના કિનારેથી રહેવાસીઓને હટાવવાનુ કામ શરૂ કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તળાવ ફાટવાના આરે છે, જેના કારણે પ્રશાસને એલર્ટ જાહેર કરવું પડ્યું છે. સેટેલાઇટ ડેટાએ શાકો ચો ઉપરના ગ્લેશિયરના તાપમાનમાં અસામાન્ય વધારો દર્શાવ્યો છે. જો તાપમાન સ્થિર થશે તો કોઈ સમસ્યા નહીં થાય પણ જો નહીં થાય અને અચાનક પાણીનો પ્રવાહ તેમ આવશે તો તળાવ ફાટી શકે છે. એટલે સાવચેતીના પગલા તરીકે લોકો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

સિક્કિમમાં તિસ્તા નદીમાં વાદળ ફાટવાના કારણે અચાનક પૂર આવ્યાના ત્રણ દિવસ પછી પાણીના પ્રવાહને કારણે નીચાણવાળા વિસ્તારોમાંથી મળી આવેલા મૃતદેહોની સંખ્યા વધીને 26 થઈ ગઈ છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો હજુ પણ ગુમ છે. મૃતકોમાં સેનાના સાત જવાનો પણ સામેલ છે. હજુ બચાવ કાર્ય સતત ચાલુ છે. 15 સૈનિકો સહિત કુલ 143 લોકો હજુ પણ ગુમ છે, જ્યારે લગભગ 2,413 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેઓ રાહત શિબિરોમાં આશરો લઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર આ પૂરથી 25000 લોકો પ્રભાવિત થયા છે. રાજ્યભરમાં સ્થાપિત 22 રાહત શિબિરોમાં 6875 લોકો રહે છે.

સિક્કિમમાં લાચેન, લાચુંગ અને આસપાસના વિસ્તારોમાં ફસાયેલા પ્રવાસીઓ સુરક્ષિત છે. અનુમાન મુજબ,વિદેશી નાગરિકો સહિત 3,000 થી વધુ પ્રવાસીઓ સિક્કિમના વિવિધ ભાગોમાં ફસાયેલા છે.ચુંગથાંગ ડેમની સુરંગમાં ફસાયેલા લોકો અને પ્રવાસીઓને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. વધારાની NDRF ટીમો તૈનાત કરવી જોઈએ અને શક્ય તેટલા ઓછા સમયમાં રોડ, ટેલિકોમ અને પાવર કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવી જોઈએ.

error: