Satya Tv News

કર્ણાટક હાઈકોર્ટે જણાવ્યું છે કે, પત્ની જ્યારે અન્ય વ્યક્તિ સાથે વ્યભિચારી સંબંધમાં હોય ત્યારે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટની કલમ 12 હેઠળ પતિ પાસેથી ભરણપોષણનો દાવો ન કરી શકે. જસ્ટીસ રાજેન્દ્ર બદામીકરની સિંગલ જજની ખંડપીઠે સેશન્સ કોર્ટના આદેશને બાજુએ રાખવાની માંગ કરતી પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી પુનર્વિચાર અરજીને નકારી કાઢી હતી. ખંડપીઠે કહ્યું કે રજૂ કરવામાં આવેલા મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ સ્પષ્ટપણે સ્થાપિત કરે છે કે અરજદાર તેના પતિ પ્રત્યે પ્રામાણિક નથી અને તેણીને પાડોશી સાથે લગ્નેતર સંબંધો છે. આવી પત્ની જ્યાં સુધી વ્યભિચારમાં જીવતી હોય ત્યાં સુધી તે ભરણપોષણનો દાવો ન કરી શકે. મેજિસ્ટ્રેટ કોર્ટના ભરણપોષણના આદેશ પતિએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે પત્નીની અરજી ફગાવી દીધી હતી.

પત્નીએ દલીલ કરી હતી કે તે પ્રતિવાદીની કાયદેસર રીતે વિવાહિત પત્ની છે અને તેની પત્નીની સારસંભાળ લેવી એ પતિની ફરજ છે. પતિએ અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે અરજદાર એક પાડોશી સાથે ભાગી ગઈ હતી અને તેણીએ તેની સાથે રહેવાની ના પાડી દીધી હતી. ખંડપીઠે માન્યું હતું કે પત્ની પડોશી સાથે ભાગી ગઈ છે અને તેણીએ પતિના ઘેર પાછા આવવામાં જરા પણ રસ દાખવ્યો નથી. પીઠે કહ્યું કે પત્નીની દલીલ કે અરજદાર કાનૂની રીતે વિવાહિત પત્ની છે અને સારસંભાળ માટે બંધાયેલો છે તેવી દલીલ પત્નીનું વર્તન જોતા સ્વીકારી શકાય તેમ નથી. પત્ની પ્રામાણિક નથી કારણ કે તે વ્યભિચારી જીવન જીવી રહી છે.

કોર્ટે કહ્યું, “અરજદાર ભરણપોષણનો દાવો કરી રહી છે. તેથી તેણે સાબિત કરવું જ જોઇએ કે તે પ્રામાણિક છે અને જ્યારે તે પોતે પ્રામાણિક નથી, ત્યારે તે તેના પતિ તરફ આંગળી ચીંધી શકતી નથી. જોકે કોર્ટે આ દલીલ પણ ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે પુરાવાઓ સૂચવે છે કે તે તેના પતિને વફાદાર નથી. કોર્ટે આ આધારે પત્નીની ભરણપોષણની માગ ફગાવી દીધી હતી.

error: