ગુરુ દત્તાત્રેય શિખર ઉપર હુમલોનો મામલો
દત્તાત્રેયની મૂર્તિ,ચરણ પાદુકા ઉપર હુમલો
હુમલો કરનાર વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માગણી
દત્ત પરિવાર ભક્તો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન
ગિરનાર પર ભગવાન દત્તાત્રેયની મૂર્તિ તથા ચરણ પાદુકા ઉપર હુમલો કરનાર વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા અંગે જંબુસર દત્ત પરિવાર ભક્તો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું.
કથાકાર નિખિલ જાનીની આગેવાનીમાં દત્ત મંદિર થી રેલી સ્વરૂપે દત્ત ધુન કરતા નીકળી સોની ચકલા, કંસારા ઢોળ, ટંકારી ભાગોળ થઈ પ્રાંત કચેરી ખાતે આવી પહોંચી આવેદનપત્ર આપ્યું હતું.આવેદનપત્રમાં જણાવ્યું હતું કે , 1 10 2023 ના રોજ 200 થી 250 જેટલા દિગંબર જૈનોના ટોળાએ ગુરુ દત્તાત્રેય શિખર ઉપર હુમલો કરી મૂર્તિ ઉપર વસ્તુઓ ફેંકી ખંડિત કરવા પ્રયાસ કર્યો. તથા ભગવાનની ચરણ પાદુકા ઉપર પ્રહાર કરી નુકસાન કરવા પ્રયાસ કર્યો જે ખૂબ જ નિંદનીય કૃત્ય છે. તેનાથી ભારતભરના કરોડો દત્ત ભક્તોની લાગણી દુભાઈ છે. આ સ્થાનના વિવાદનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. અને મનાઈ હુકમ હોવા છતાં કોર્ટનો અનાદાર કર્યો છે. કાયદો હાથમાં લઈને ગંભીર પ્રકારનો ગુનો કરનાર સામે સખત કાર્યવાહી થાય તેવી માગણી છે. સનાતન પરંપરા ઉપર હુમલા થઈ રહ્યા છે. આ એક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હોવાની સંભાવના છે. ગિરનારની ઘટનામાં તલસ્પર્શી તપાસ રાષ્ટ્ર હિતમાં થવી જરૂરી છે. આ પ્રયાસને ગુજરાત સરકાર ગંભીરતાથી લઈ કાર્યવાહી કરવામાં આવે તેમ મુખ્યમંત્રીને ઉદ્દેશીને આવેદન ત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર આપવા દત્ત મંડળ હોદ્દેદારો મંત્રી મનોજ ગાંધી, ઉપ પ્રમુખ હરીશ પાનવાલા,અગ્રણીઓ, ભાઈઓ બહેનો જોડાયા હતા.
વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર