શૌર્ય જાગરણ યાત્રાનું સમાપન
યાત્રા સમાપન નિમિતે વિરાટ ધર્મસભા યોજાઇ
પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે કરાયું
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ આયોજિત શૌર્ય જાગરણ યાત્રાના ભરૃચ જિલ્લાના સમાપન પ્રસંગે વિરાટ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વ હિન્દુ પરિષદનું ‘ષષ્ટિપુર્તિ વર્ષ’ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસથી શરૂ થયેલ છે. આ વર્ષમાં અનેક કાર્યક્રમના ભાગરૂપે હિન્દુ સમાજમાં જાગરણ માટે સમસ્ત ભારત વર્ષમાં શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરેલ છે. જે યાત્રા ભરૂચ વિભાગમાં 22 મી સપ્ટેમ્બર થી 5 મી ઓક્ટોબર સુધી ભ્રમણ કર્યા બાદ તેનો સમાપન કાર્યક્રમ નિમિતે વિરાટ ધર્મસભાનું આયોજન ભરૃચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે કરવામાં આવ્યું હતું.
સંત શિરોમણી સ્વામી વિદ્યાનંદજી મહારાજના સ્તંભેશ્વર મહાદેવ મંદિર.કાવી કંબોઇ, મહંત મનમોહનદાસજી મહારાજ પીઠાધીશ ગુમાનદેવ મંદિર, શ્રીજી પ્રકાશદાસજી સ્વામી સ્વામીનારાયણ મંદિર, દાંડીયા બજાર, ભરૂચ પ.પૂ. ૧૦૦૮ શ્રી સ્વામી લોકેશાનંદજી ઉદાસીન સ્થાપકઃ ત્રિગુણાતીત ધ્યાન સેવા આશ્રમ કુકરવાડા સંયોજક,અખિલ ભારતીય સંત સમિતિ, ભરૂચ જિલ્લા પ.પૂ. ૧૦૦૮ મહામંડલેશ્વર ગંગાદાસબાપુ રામકુંડ અંક્લેશ્વર, સ્વામી મુક્તાનંદજી ઉદાસીન અખાડા,ભરૂચ શંકરાચાર્ય મઠ વ્યવસ્થાપક ભરૂચ, પ.પૂ. શ્રી સોમદાસ બાપુ સનાતનધર્મ પરિવાર સહિતના સંતો,ઉપરાંત સી.પી.વાણાની અધ્યક્ષ દ.ગુ.પ્રાંત વિશ્વ હિન્દુ મંત્રી દ.ગુજ.અજય વ્યાસ,કાર્યક્રમ અધ્યક્ષ હરીશ જોશી.,વિરલ દેસાઈ સહિત અન્ય અગ્રણીઓ અને ધર્મ પ્રેમી પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.ધર્મ સભા માં બજરંગ દળ ના રાષ્ટ્રીય સંયોજક નિરજજી દોનેરીયા અને અન્ય અગ્રણીઓએ શૌર્ય યાત્રા સહિત ધર્મરક્ષા,હિન્દુ જાગરણ અને રામ મંદિર અંગે જુસ્સાદાર વક્તવ્ય આપ્યું હતું.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ