સાળંગપુરધામ મંદિર ખાતે શતામૃત મહોત્સવનો પ્રારંભ
શ્રી કષ્ટભંજન દેવ મંદિરે 175માં વર્ષ શતામૃત મહોત્સવ
સાળંગપુરધામથી આમંત્રણ રથ જંબુસર આવી પહોંચ્યો
દાદાના આમંત્રણ રથનું ઠેંરે ઠેર ભવ્ય સ્વાગત કરાયું
સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ મંદિર ખાતે 175 માં વર્ષ શતામૃત મહોત્સવનો પ્રારંભ તારીખ 16 નવેમ્બર થી થનાર હોય સાળંગપુર ધામથી આમંત્રણ રથ જંબુસર ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું.
સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ મંદિર ખાતે 175 માં વર્ષ શતામૃત મહોત્સવનો પ્રારંભ તારીખ 16 નવેમ્બર થી થનાર હોય સાળંગપુર ધામના શ્રી કષ્ટભંજન દેવનો રથ આમંત્રણ આપવા જંબુસર ટકારી ભાગોળ ખાતે આવી પહોંચ્યો હતો. જ્યાં ધારાસભ્ય ડી કે સ્વામી, ડોક્ટર દીપક રાઠોડ, શહેર પ્રમુખ ચંદ્રકાંત પટેલ, પાલિકા સદસ્યો અગ્રણીઓએ રથનું ભવ્ય સ્વાગત કરી દાદાની આરતીનો લાભ લીધો હતો. સદર રાત જંબુસરના પાંજરાપોળ, કાવાભાગોળ, લીલોતરી બજાર થઈ ગણેશ ચોક પાસે આવેલ વડતાલ તાબા સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચ્યો હતો. દાદાના આમંત્રણ રથનું ઠેંરે ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું. તથા લીલોતરી બજાર ગણેશ ચોક ખાતે મહા આરતી નો લાભ અગ્રણીઓએ લીધો હતો. આ પ્રસંગે જંબુસર નગરની જનતા મોટી સંખ્યામાં દાદા ના દર્શન માટે ઉમટી પડી હતી..
વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર