Satya Tv News

થુવાવી ગામમાં ખેડૂતોનો સોયાબીનનો પાક તૈયાર
વીઝકેબલ જમીનથી 6ફૂટ હોવાથી અકસ્માતની ભીતી
વીજકરંટથી સતાવી રહ્યો છે અકસ્માત થવાનો ડર

ડભોઇ તાલુકાના રાજલી અંગુઠણ વિસ્તારના ખેતરોમાંથી પસાર થતાં વીઝ કેબલ જમીનથી છ ફૂટ જેટલા જ દૂર હોય અકસ્માતનાની ભીતી સાથે ખેડૂતો પાક કાઢવાની તેમજ રોજિંદી કામગીરી બાબતે પારાવાર મુશ્કેલી તેમજ વીજ કરંટ અંગે ભયની અનુભૂતિ કરી રહ્યા છે.

ડભોઇ તાલુકાના રાજલી અંગુઠણ ધારીયા થુવાવી જેવા ગામોના ખેડૂતોએ સોયાબીન સહિતનો પાક તૈયાર કર્યો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ખેતરમાંથી પસાર થતાં એમજીવીસીએલના નમી પડેલા પોલના કારણે જીવંત વીજ કેબલ જમીન થી માત્ર છ ફૂટ નજીકમાં ઝુલતા થઈ ગયા છે. વીજ તંત્રને ખેડૂતોએ આ બાબતે કરેલી વારંવારની રજૂઆત છતાં આજ દિન સુધી વીજ કેબલ ઊંચા કરવાની કામગીરી હાથ ધરવામાં નહીં આવતા ખેતરમાં તૈયાર પાકને કાઢવા માટે હાર્ડ વેસ્ટર મશીન ટ્રેક્ટર કે પછી અન્ય જરૂરી વાહનો ખેતરમાં આવી શકતા નથી .જેથી વિસ્તારના ખેડૂતોને પાકના નુકસાની ની ભીતી સેવવાની સાથે વીજ કરંટ થી અકસ્માત થવાનો ડર સતાવી રહ્યો છે, ત્યારે આ કામગીરી બાબતે ગલ્લા તલ્લા કરતા એમજીવીસીએલના જવાબદાર અધિકારીઓ તાકીદે ખેડૂતોને પડતી તકલીફો ધ્યાનમાં લઇ વીજવાયર ઉંચા કરવાની કામગીરી હાથ ધરે તે જરૂરી થઈ પડ્યું છે.

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: