Satya Tv News

YouTube player

ઉમરાજ ગામથી અમૃત કળશ યાત્રાનું આગમન
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા તેનું ભવ્ય સ્વાગત
રાષ્ટ્રીય એકતાને ઉજાગર કરવા શહીદોને શ્રદ્ધાંજલિ
મારી માટી મારો દેશ અભિયાનનું આયોજન કરાયું
ભોલાવ જિ.પં.માં અમૃત કળશ યાત્રાનું આગમન

ઉમરાજ ગામે અમૃત કળશનું આગમન થતા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નિશાંત મોદી તેમજ યાત્રાના ઇન્ચાર્જ મૌલિક મિસ્ત્રી સહિતનાએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

દેશની માટી, વીરોને વંદન હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હીમાં અમૃત વાટિકાનું નિર્માણ થઈ રહ્યું છે. શહીદોના સન્માનમાં પ્રેત્યક દેશવાસીઓને બે ચપટી માટી અને બે ચપટી ચોખાના યોગદાનનો અવસર કળશ યાત્રા થકી મળ્યો હોવાનું ધારાસભ્યે કહ્યું હતું.

ઉમરાજથી અમૃત કળશ યાત્રા નંદેલાવ ગ્રામ પંચાયતના મંગલદીપ સોસાયટી ખાતે પહોંચી હતી.જ્યાં હાજર સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિત સૌ સભ્ય અને ગ્રામજનોએ હાજર રહીને કળશ યાત્રાનું સ્વાગત કરી મેરી માટી મેરા દેશ અંતર્ગત કળશમાં માટી અને ચોખા નાખ્યા હતા.આજ રોજ ધર્મેશ મિસ્ત્રીની જન્મ દિવસ પણ હોય કેક કાપી જન્મ દિવસની ઉજવણી પણ કરી હતી.આ યાત્રા સાંજે જ્યોતિનગર થઈ રામજી મંદિર પોહચી હતી.જ્યાં ઠેર ઠેર મહાનુભવો અને સ્થાનિકો દ્વારા અમૃત કળશને વંદન કરી પોતાનું યોગદાન દેશ, દેશની માટી અને શહીદો પ્રત્યે અર્પણ કરાયું હતું.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂ

error: