Satya Tv News

ચૂંટણી પંચે તમામ 5 રાજ્યોની મુલાકાત લીધી અને તમામ રાજ્યોના રાજકીય પક્ષો સાથે બેઠક કરી. આ સિવાય સરકારી એજન્સીઓ અને રાજ્ય સરકારો સાથે બેઠક યોજાઈ હતી. અમે રાજકીય પક્ષોના નેતાઓને મળ્યા. તેમના સૂચનો અને પ્રતિભાવો લીધા.મિઝોરમનો કાર્યકાળ ડિસેમ્બર 2023માં પૂરો થાય છે. બાકીના રાજ્યોનો કાર્યકાળ જાન્યુઆરી 2024માં સમાપ્ત થઈ રહ્યો છે. આ 5 રાજ્યોમાં 679 વિધાનસભા સીટો છે. આ રાજ્યોમાં 16.14 કરોડથી વધુ મતદારો છે. જેમાં 8.2 કરોડ પુરૂષ અને 7.8 કરોડ મહિલા મતદારો છે. આ રાજ્યોમાં 60.2 લાખ મતદાતાઓ છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે.

ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે તેમણે 40 દિવસમાં 5 રાજ્યોની મુલાકાત લીધી. તમામ રાજ્યોના અધિકારીઓ, પોલીસ, બેંક અધિકારીઓ, નાગરિક ઉડ્ડયન અધિકારીઓને મળ્યા જેઓ ચૂંટણી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા હશે. અમે દરેકનો પ્રતિભાવ લીધો. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે આ રાજ્યોમાં કુલ 16.14 કરોડ મતદારો છે. જેમાં 8.2 કરોડ પુરૂષ અને 7.8 કરોડ મહિલા મતદારો હશે. આ વખતે 60.2 લાખ નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે.

આજે ચૂંટણી પંચે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. મહત્વનું છે કે, મધ્યપ્રદેશમાં ભાજપ જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ સત્તામાં છે. કેસીઆરની પાર્ટી બીઆરએસ તેલંગાણામાં સત્તા પર છે. તો મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટની સરકાર છે.

error: