Satya Tv News

YouTube player

માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિતે ડેડિક્શન વોક
ડેડિક્શન વોક” જાગૃતિ અભિયાન,સેમિનારનું આયોજન
વિદ્યાર્થીઓએ દ્વારા પ્લેકાર્ડ સાથે ડેડિક્શન વોક યોજી
મહાનુભાવોએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું
સંસ્થાના હોદ્દેદારો, કાર્યકરો રહ્યા ઉપસ્થિત 

રોટરી ક્લબ ઓફ ભરૂચ, ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચ અને શ્રી જે.પી. આર્ટસ એન્ડ સાયન્સકોલેજના સયુંકત ઉપક્રમે ‘વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ’ની ઉજવણીના ભાગરૂપે “ડેડિક્શન વોક” જાગૃતિ અભિયાન અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી જેપી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ’ની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ડેડિક્શન વોક” જાગૃતિ અભિયાન અને સેમિનારમાં જાણીતા સાયકોલોજીસ્ટ ડો.સાજીદ ડે એ જણાવ્યું હતું કે કેટલાક સમાજ અને પરિવારમાં પીડાતા લોકો આજે પોતાની ઓળખ છતી ન થાય કે માનસિક દર્દી છે. તે માટે સારવાર લેતા નથી.જેટલા ખુલીને અન્ય રોગો વિશે સારવાર લેવામાં આવે છે, કે બોલવામાં આવે છે ,એટલું ખુલીને માનસિક દર્દી સારવાર લેતા નથી. જે સારી વાત નથી.આ પ્રસંગે વિદ્યાર્થીઓએ દ્વારા હાથમાં પ્લે કાર્ડ સાથે ડેડિક્શન વોક યોજી હતી.જેને ઉપસ્થિત મહાનુભાવોએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.આ પ્રસંગે રોટરી ક્લબ,સહિત આયોજિત સંસ્થાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા..

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: