Satya Tv News

YouTube player

વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે ઉજવણી
મમતા રીહેબના બાળકોની માતાને સાથે કરી ઉજવણી
વિવિધ રમતો રમાડી વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેની ઉજવણી
માતાઓના સવાલોના જવાબો આપી મૂંઝવણો દુર કરી

ભરૂચ શહેરમાં યેશા શેઠ મમતા રીહેબ સેન્ટરની વિષેશ બાળકોની માતાઓને વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે વિવિધ રમતો રમાડી આનંદ-ઉલ્લાસ સાથે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી.

“પરિસ્થિતિનું અર્થઘટન જ તમારી ખુશી અથવા ગમ નક્કી કરે છે.” યેશા શેઠ મમતા રીહેબ સેન્ટરની વિષેશ બાળકોની માતાઓને વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે સંબોધતા જાણીતા સાયકોલોજીસ્ટ તથા ટીમ સી.બી.ટી. થેરાપીસ્ટ યેશા શેઠે ઉપર મુજબની વાત કરી હતી.વધુમાં એમણે કહ્યુ કે શારીરીક સ્વાસ્થ્યની જેમ માનસિક સ્વાસ્થ્ય પણ ખુબ જ અગત્યનું છે.માનસિક દિવ્યાંગ બાળકોની માતાઓને આહવાન આપતાં એમણે જણાવ્યું હતું કે તમારી જાતને ખુશ રાખવા પોતાના માટે સમય કાઢો સામાજિક હળવુ-મળવુ તથા વાસ્તવિક બનશો તો જીંદગી ક્યારેય બોજરૂપ નહી લાગે.આ ઉપરાંત ઉપસ્થિત માતાઓના સવાલોના જવાબો આપી એમને સતાવતી મૂંઝવણો દુર કરી હતી.આ પ્રસંગે સેન્ટરના બાળકોને બેડમિન્ટન, ક્રિકેટ તથા થ્રો બોલ જેવી રમતો અને માતાઓને સંગીત ખુરશી રમાડી આનંદ-ઉલ્લાસ સાથે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: