નગરના રોડને લઇ જનતા હેરાન પરેશાન
યુવા કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર
યુદ્ધ કોંગ્રેસ હોદ્દેદારો,કોંગ્રેસ અગ્રણીઓ રહ્યા હાજર
જંબુસર નગરના રોડ જેને લઇ જનતા હેરાન પરેશાન છે. પાલિકા તંત્ર દ્વારા રોડ બનાવવામાં નહીં આવતા જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્ર યુવા કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાની આગેવાનીમાં આપવામાં આવ્યું. આવેદનપત્રમાં જણાવ્યું છે કે, જંબુસર ડેપોથી ટંકારી ભાગોળ સુધીનો રોડ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ બિસ્માર હાલતમાં છે.રોડ પર ખૂબ મોટા ખાડા પડી ગયા છે. તથા ધૂળનું સામ્રાજ્ય હોય વાહન ચાલકો અને સ્થાનિકોને ખૂબ તકલીફ પડે છે.આ રોડ ઉપર વાહન વ્યવહાર તથા રાહદારીઓની અવરજવર હોય. ખાડાઓના કારણે ગાડીઓને નુકસાન થાય છે. અકસ્માતનો ભય રહે છે. તંત્ર નિંદ્રાદિન હોય રોડનું સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી.જેને લઇ જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસ તેમજ જંબુસર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવી રોડનો સમારકામ વહેલી તકે કરવામાં આવે તેમ જણાવ્યું છે. જો દિન સાતમા રોડનું સમારકામ કરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. આવેદનપત્ર આપવા યુદ્ધ કોંગ્રેસ હોદ્દેદારો, જંબુસર શહેર કોંગ્રેસ અગ્રણીઓ હાજર રહ્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર