Satya Tv News

ભાવનગરમાં લોકોને દૂધ પુરૂ પાડતી માહી ડેરીનાં દૂધનાં સેમ્પલ ફેલ થતા હાલ સમગ્ર મુદ્દો ભાવનગરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. ત્યારે ભાવનગરની માહી ડેરીમાંથી સિનિયર ફ્રુડ અધિકારી દ્વારા લેવામાં આવેલ દૂધનાં નમૂનાંને સૌ પ્રથમ તો રાજ્ય સરકારની લેબમાં ચેક કરતા સબ સ્ટાન્ડર્ડ જાહેર કર્યા હતા.

મૈસુર ખાતે પણ દૂધનાં સેમ્પલનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. મૈસુરથી પણ સેમ્પલનો રિપોર્ટ ફેલ આવ્યો હતો. તેમજ રિપોર્ટમાં લોકોનાં સ્વાસ્થ્યને નુકશાન કરે તેવા આલ્ફા ટોક્સિનની માત્રા નિયત કરતા વધુ પ્રમાણમાં હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું. ત્યાર બાદ ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં ચુકાદાને ડેરીએ પડકાર્યો હતો.

ગુજરાતની સરકારી લેબ તેમજ કેન્દ્રની સરકારી લેબમાં માહી દૂધનાં સેમ્પલ ફેલ થયા બાદ ફ્રુડ વિભાગ દ્વારા માહી ડેરી સામે ફોજદારી ગુનો દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માહી ડેરી વિરૂદ્ધ ચીફ જ્યૂડીશલ કોર્ટમાં કેસ દાખલ કરેલ છે. ડેરી વિરૂદ્ધ ફોજદારી ગુનો હોવાથી હાલ કેસ કોર્ટમાં છે.

error: