અરવલ્લી જિલ્લાથી સમાચાર આવી રહ્યા છે કે, એક 35 વર્ષીય યુવક સાગર દેસાઈનુ હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યુ છે. મોડાસાના ધોલવાણી ગામના સાગર દેસાઈ નામના યુવાનને હ્રદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યુ હતુ. યુવાન ઘરમાં જ હતા એ દરમિયાન તેમને અસ્વસ્થતા જણાઈ હતી અને તબીબનો સંપર્ક કરવામાં આવે એ પહેલા જ તે પોતાના ઘરમાં ઢળી પડ્યા હતા.
યુવાન ઘરમાં ઢળી પડ્યા બાદ તુરત સ્થાનિક હોસ્પિટલમાં સાગર દેસાઈને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હોવાનુ તબિબોએ જણાવ્યુ હતુ. મૃત્યનુ કારણ હાર્ટ એટેક હોવાનુ તબિબોએ જણાવ્યુ હોવાના સમાચાર છે. સાગર દેસાઈ વિસ્તારમાં ભૂવાજી તરીકે જાણીતા છે. આ પહેલા પણ મોડાસા શહેરમાં એક યુવાન હાર્ટ એટેકને લઈ મોતને ભેટ્યો હતો. થોડાક દિવસ અગાઉ હિંમતનગરમાં પણ એક 21 વર્ષિય યુવાન હાર્ટ એટેકથી મોતને ભેટ્યો હતો.