6 માસ માટે બેન્કિંગ કામ માટે પ્રતિબંધ
અનઓપરેટ ખાતામાંથી કરોડોની ઉચાપત
કરોડોની ઉચાપતમાં એક આરોપીની ધરપકડ
અન્ય બે આરોપીની પોલીસે કાર્યવાહી હાથ ધરી
મહાલક્ષ્મી મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેન્ક હેડ ઓફિસ ડભોઇના જનરલ મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર અને ઓફિસર ઉપર ખોટી સહીઓ કરી અનઓપરેટ ખાતામાંથી રૂપિયા 3 કરોડ 15 લાખની ઉચાપત કર્યાનો ગુનો ડભોઇ પોલીસ સ્ટેશને નોંધાયેલ હોય દરમિયાન કેનેડા ગયેલા ઓફિસર ઉમેશ કંસારા દિલ્હી એરપોર્ટથી પોલીસે ઝડપી લીધા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સાધલી, કાયાવરોહણ, કરજણ, છોટાઉદેપુર, વડોદરા અને ડભોઇ મુકામે હેડ ઓફિસ ધરાવતી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ કો ઓપરેટિવ બેંકને રિઝર્વ બેન્ક દ્વારા તારીખ 3/ 3 /2023 થી 6 માસ માટે બેન્કિંગ કામ માટે પ્રતિબંધ મુકાયેલ છે. અને માત્ર રિકવરી કરવા જણાવેલ છે. આર.બી.આઈ દ્વારા તારીખ 11 જુલાઈ 2023ના રોજ બેંકને શોકોઝ નોટિસ આપેલ ,જેમાં રૂ.3 કરોડ 15 લાખની ઉચાપત અનઓપરેટ બે ખાતામાંથી થયાની નોટિસ આપેલ હતી.બેંકના બંને ખાતેદારો સ્વામી દેવ સ્વરૂપદાસ અને સ્વામી સંત પ્રિય દાસ ના ખાતા બિન ઓપરેટ હતા. અને આ ત્રણ દ્વારા, તારીખ 2 july 2022 થી તારીખ 3 નવેમ્બર 2022 સુધીમાં 36 ચેકો દ્વારા, દેવ સ્વરૂપ દાસના ખાતામાંથી રૂપિયા 1 કરોડ 40 લાખ અને સંતપ્રિય દાસના ખાતામાંથી 1 કરોડ 75 લાખ કુલ રૂપિયા 3 કરોડ15 લાખની ઉચાપત કરી હોય બેંકમાં હાલમાં મેનેજર તથા આસિસ્ટન્ટ મેનેજર તરીકે સેવા આપતા ગૌરાંગ ચંદ્રકાંત પંચોલી દ્વારા ડભોઇ પોલીસ સ્ટેશને ઉચાપતનો ગુનો ઉપરોક્ત ત્રણ, જનરલ મેનેજર સુરેશ પટેલ, આસિસ્ટન્ટ મેનેજર યતિન જોશી, અને ઓફિસર ઉમેશ કંસારા સામે દાખલ કરેલ હતો.
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ