રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની પણ ઉજવણી
9મી ઓક્ટો.વિશ્વ ટપાલ દિવસની ઉજવણી
10મી ઓક્ટો.નાણાકીય સશક્તિકરણની ઉજવણી
11મી ઓકટોબરે ફિલાટલી ડે ની ઉજવણી કરાશે
12 ઓક્ટોબરે મેઈલ ડે નિમિત્તે લેટર બોક્સ લગાવશે
13 મી ના રોજ વીમા પોલિસીઓ પૂરી પાડવા ઝુંબેશ
9 ઓકટોબર દિવસે વલ્ડ પોસ્ટ ડે ઉજવણી કરવામાં આવી રહી છે તેનાં ભાગ રૂપે ભરૂચ પોસ્ટ ઓફિસ દ્વારા 10 તારીખ થી 13 તારીખ સુધી પોસ્ટ વિભાગની સુવિધા અને સ્કીમ વિશે વિવિધ કાર્યક્રમો યોજી માહિતી આપવામાં આવી રહી છે
9 મી ઓક્ટોબરને વિશ્વ ટપાલ દિવસની ઉજવણી કરવામાં આવે છે,જે અંતર્ગત રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની પણ ઉજવણી કરવામાં આવે છે .અને સપ્તાહ દરમ્યાન વિવિધ કાર્યક્રમોના આયોજનો કરવામાં આવે છે.
ભરૂચ લાલબજાર સ્થિત હેડ પોસ્ટ ઓફીસ ખાતે પોસ્ટ સુપ્રીટેનડેન્ટ એસ.વી પરમારની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોસ્ટ સુપ્રીટેનડેન્ટ એસ.વી પરમારે સપ્તાહ દરમ્યાન થનાર કાર્યક્રમોની માહિતી આપી હતી. જેમાં 10 મી ઓક્ટોબરે નાણાકીય સશક્તિકરણ દિવસની ઉજવણી કરવામાં આવશે, 11 મી ઓકટોબરના રોજ ફિલાટલી ડે ની ઉજવણી કરવામાં આવશે.
12 ઓક્ટોબરના રોજ મેઈલ ડે નિમિત્તે ભરૂચ વિભાગમાં પાંચ નવા લેટર બોક્સ લગાવવામાં આવશે,13 મી ઓક્ટોબરના રોજ અંત્યોદય દિવસના રોજ ભરૂચ વિભાગના તમામ નાગરિંકોને ભારતીય ટપાલ વિભાગની વીમા પોલિસીઓ પૂરી પાડવા માટે ઝુંબેશ ચલાવવામાં આવશે તેમજ આ સપ્તાહ દરમ્યાન ભરૂચ તેમજ નર્મદા જિલ્લાના નાગરિકો માટે નવી સુવિધાઓ પણ ચાલુ કરવામાં આવશે.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ