Satya Tv News

YouTube player

મોબાઈલ સ્નેચિંગ, મોબાઈલ ચોરીનો મામલો
ક્રાઈમ બ્રાન્ચે ઉનપાટિયાથી યુવાનની ધરપકડ
મોબાઇલ સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયો
કુલ 2.87 લાખનો મુદ્દામાલ કર્યો કબજે

સુરત શહેરમાં જુદા જુદા વિસ્તારોમાંથી મોબાઇલ સ્નેચિંગ કરનાર તેમજ ચોરીના મોબાઇલની સસ્તા ભાવે ખરીદી કરનાર એક શખ્સની સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉન પાટિયા વિસ્તારમાંથી ધરપકડ કરી છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચના મોબાઇલ સ્નેચિંગ સ્કોડ દ્વારા છેલ્લા કેટલાય સમયથી બાઈક પર અને ખાસ કરીને સ્પોર્ટ્સ બાઈક ઉપર ફરીને મોબાઈલ સ્નેચિંગ કરતા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.. જેમાં ચોક્કસ બાતમી ના આધારે ક્રાઈમ બ્રાન્ચે સચિન જીઆઇડીસી ઉન પાટીયા નજીક શોએબનગર પાસેથી આરોપી મોહમ્મદ કેફ ઉર્ફે અરબાઝ જહાંગીર અહેમદ ખાન નામના 23 વર્ષના યુવાનની ધરપકડ કરી છે.. આ યુવાન પાસેથી જુદી જુદી કંપનીના કુલ 18 મોબાઇલ જેની કિંમત 1,37,000 થાય છે સાથે જ યુવાન પાસેથી એક ktm મોટર સાયકલ 1,50,000ની મળી કુલ બે લાખ 87 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

મોહમ્મદ કેફ ઉર્ફે અરબાઝ પોતાની સ્પોર્ટ્સ બાઈક ઉપર ફરીને શહેરના પૂણાં, અડાજણ ,અલથાણ ,પાંડેસરા અને સચિન વિસ્તારમાંથી પાંચ મોબાઇલ સ્નેચિંગ કર્યા હતા ..તે ઉપરાંત મોહમ્મદ કેફ ઉર્ફે અરબાઝ ચોરીના મોબાઈલની પણ ખરીદી કરતો હતો ..શહેરમાં અન્ય મોબાઇલ સ્નેચરો મોબાઈલ સ્નેચિંગ કરીને આવે તે મોબાઈલ મોહમ્મદ કેફને સસ્તા ભાવે વહેંચી દેતા હતા .અને આવા ચોરીના મોબાઈલ ખરીદીને મોહમ્મદ કેફ લોકોને સસ્તા ભાવે મોબાઈલ વેચીને કમાણી કરતો હતો. પોતાના મોજ શોખ પૂરા કરવા માટે મોહમ્મદ કેફ ઉર્ફે અરબાઝ મોબાઈલ સ્નેચિંગ અને ચોરીના મોબાઈલ ખરીદીનો ધંધો કરતો હોવાની પોલીસ તપાસમાં પ્રાથમિક વિગતો સામે આવી છે.જોકે હાલ તો આ મોહમ્મદ કેફને અડાજણ પોલીસને સોંપવામાં આવ્યો છે.બીજી તરફ તેની પાસેથી જુદી જુદી કંપનીના 18 મોબાઇલ મળી આવ્યા છે ..સાથે જ તે દિશામાં પણ હાલ તપાસ શરૂ કરવામાં આવી છે, કે મોહમ્મદ એકલો જ છે ,કે તેના અન્ય કોઈ સાગરીતો છે .અથવા તો તે ચોરીના મોબાઇલ ક્યાં વેચતો હતો. એ તમામ દિશામાં પણ હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી સુરત

error: