Satya Tv News

YouTube player

RTOમાં વાહનોની નંબર પ્લેટ બનતી બંધ
વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી પડી
ડીલરો દ્વારા અલગ અલગ ચાર્જ વસૂલાયા
350 રૂ.બનતી પ્લેટ હવે બને છે 500 રૂ.માં
ડીલરો દ્વારા નંબર પ્લેટ લગાવા 10 દિવસનું વેઇટિંગ
ભાવ વધારો નહીં ચાલે તેવા સૂત્રચાર કરાયા

રાજ્યના RTOમાં વાહનોની નંબર પ્લેટ બનાવવાનું બંધ થયા બાદ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ઘણા વાહનના ડીલરો એક નંબર પ્લેટ ન બનાવી આપતા હોવાનો અને વધુ ભાવ લેતા હોવાનો આક્ષેપ ઓટો કન્સલ્ટન્ટો દ્વારા કરવામાં આવ્યો.

RTOમાં નંબર પ્લેટ બનતી હતી ,ત્યારે 350 રૂપિયામાં નંબર પ્લેટ બની જતી હતી, પરંતુ હવે જ્યારે ડીલરોને આ સત્તા આપવામાં આવી છે, ત્યારે ડીલરો દ્વારા અલગ અલગ ચાર્જ વસૂલવામાં આવી રહ્યા છે. કોઈ દ્વારા 500 રૂપિયામાં નંબર પ્લેટ બનાવી આપવામાં આવે છે. તો કોઈ 600 કે કોઈ 700 રૂપિયા લઈને નંબર પ્લેટ બનાવે છે. આ ઉપરાંત જૂની નંબર પ્લેટ તૂટી હોય તો ડીલરો દ્વારા એક નંબર પ્લેટ બનાવી આપવામાં આવતી નથી. ફરજીયાત વાહનની બે નંબર પ્લેટ બનાવવી પડે છે. અને એક નંબર પ્લેટ તૂટેલી હોવા છતાં પણ બે નંબર પ્લેટના પૈસા ચૂકવવા પડે છે.

આ ઉપરાંત ઓટો કન્સલ્ટન્ટોનો એવો પણ આક્ષેપ છે કે, ઘણા ડીલરો દ્વારા નંબર પ્લેટ લગાવવા માટે 10-10 દિવસનું વેઇટિંગ આપવામાં આવે છે. એટલે કે 10-10 દિવસ સુધી નંબર પ્લેટ તૈયાર કરી આપવામાં આવતી નથી. હવે જ્યારે ડીલરોના હાથમાં આ નંબર પ્લેટની સત્તા આવી છે ,ત્યારે તેઓ મનસ્વી રીતે વર્તન કરતા હોય તેવો આક્ષેપ સુરતના ઓટો કન્સલ્ટન્ટોનો છે. ત્યારે આ બાબતને લઈને તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અને ભાવ વધારો નહીં ચાલે તેવા સૂત્રચાર ઓટો કન્સલ્ટન્ટ ધારકો દ્વારા કરવામાં આવ્યા હતા. અને માગણી કરવામાં આવી હતી કે, મનસ્વી રીતે ડીલરો દ્વારા નંબર પ્લેટના જે ભાવો લેવામાં આવે છે. તેના પર અંકુશ લાવવામાં આવ્યા અને તંત્ર દ્વારા આવા ડીલરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જેથી કરીને વાહન ચાલકોને હાલાકીનો સામનો ન કરવો પડે અને એક નંબર બે તૂટી હોય તો એક નંબર પ્લેટના જ પૈસા ડીલરો દ્વારા લઈને એક નંબર પ્લેટ લગાવી આપવાની સુવિધા પણ ઉભી કરવામાં આવે.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી સુરત

error: