ઇલાવ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું
BRC કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું
રીબીન કાપી તમામ વિભાગને ખુલ્લા મુકાયા
5 વિભાગમાં 25 કૃતિઓ કરી રજૂ
GCERT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ પ્રેરિત બ્લોક રિસોર્ટ સેન્ટર હાંસોટ આયોજિત BRC.કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2023 24 હાંસોટ તાલુકાની આશ્રમશાળા ઇલાવ ખાતે યોજવામાં આવ્યું.
વીઓ:
હાંસોટ તાલુકાની આશ્રમશાળા ઇલાવ ખાતે બી.આર.સી. કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.કાર્યક્રમની શરૂઆત વંદેમાતરમથી કરવામાં આવી હતી. દિપ પ્રાગટ્ય કાર્યક્રમના અધ્યક્ષ અને હાંસોટ તાલુકા પ્રમુખ સંગીતા સોલંકી હસ્તે કરવામાં આવ્યો હતો.
શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરેલ હતું. સ્વાગત પ્રવચન હાંસોટ બી. આર. સી. કૉ – ઓર્ડિનેટર અશોક પટેલએ કર્યુ હતું. પ્રાસંગિક ઉદબોઘન ભરૂચ ડાયટના લેક્ચરર અને હાંસોટના લાઈઝન અધિકારી પી. બી. પટેલએ કર્યુ હતું. અને બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ, રૂચી કેળવાય એવા હકારાત્મક અભિગમ સાથે સંદેશો પાઠવ્યો હતો.
કાર્યક્રમમાં હાંસોટ તાલુકા પ્રમુખ સંગીતા સોલંકી, ઈલાવ માજી સરપંચ જયેશ પટેલ, ઉર્મિલા પટેલ સંગઠન ઉપપ્રમુખ નશાબંધી અને આબકારી, અમરત વડાવીયા હળપતિ સેવા સંઘ તેમજ આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા.
કૃતિ નિદર્શન માટે રીબીન કાપી તમામ વિભાગને ખુલ્લા મુકવામાં આવ્યા હતા.સ્વાસ્થ્ય અને સ્વચ્છતા,જીવન પર્યાવરણ અનુરૂપ જીવન શૈલી,કૃષિ ખેતી, પ્રત્યાયન અને વાહન વ્યવહાર, ગણનાત્મક ચિંતન કોમ્પ્યુટરના ઉપયોગ સંલગ્ન ચિંતનાત્મક પ્રક્રિયા એમ કુલ પાંચ વિભાગમાં 25 કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરી હતી.
જેમાંથી પાંચ શ્રેષ્ઠ કૃતિઓ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લેશે.કૃતિમાં ભાગ લેનાર 50 બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન ઈનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. દાતાશ્રી ખર્ચના ગૃપાચાર્ય મહેશ પટેલ અને ઉર્મિલા તરફથી આ પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા. બાળકો અને શિક્ષકોએ પ્રતિભાવ આપ્યા હતા.આભારવિધિ હાંસોટ બી.આર.સી. કો-ઓર્ડિનેટર અશોક પટેલએ કરી હતી. અંતે રાષ્ટ્રગીત ગાઈ સૌ છૂટા પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક નિલેશ સોલંકીના માર્ગદર્શન હેઠળ શિક્ષક દિલીપ રાવળે કર્યુ હતું.
વિડીયો જર્નાલિસ્ટ હેમંત ચાસીયા સાથે પીરુ મિસ્ત્રી સત્યા ટીવી હાંસોટ