Satya Tv News

પોલીસ સ્ટેશન ખાતે ગરબા આયોજકો સાથે મિટિંગ
નવરાત્રીને લઈ ગરબા આયોજકો સાથે મિટિંગ
શિનોર PSI ના અધ્યક્ષસ્થાને યોજાઈ મિટિંગ

શિનોર પોલીસ સ્ટેશન ખાતે આજરોજ શિનોર PSI એ.આર.મહીડાના અધ્યક્ષ સ્થાને નવરાત્રીના તહેવારને લઇને ગરબા આયોજકો સાથે મિટિંગ યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં ગરબા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.

નવરાત્રી ના તહેવાર ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.શિનોર તાલુકાના તમામ ગામોમાં નવરાત્રીનુ આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે નવરાત્રીના તહેવાર નિમિત્તે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેમજ નવરાત્રીનો તહેવાર શિનોર તાલુકામાં શાંતિપૂર્વક થાય અને લોકો આ તહેવારને ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવી શકે તે માટે જરૂરી વ્યવસ્થા અંગે ચર્ચા વિમર્શ કરી શિનોર પોલીસ દ્વારા નવરાત્રી તહેવારને લઇને બહાર પાડેલ ગાઈડ લાઈન મુજબ નવરાત્રી મહોત્સવનુ આયોજન કરવા ગરબા આયોજકોને શિનોર PSI એ.આર.મહીડા દ્વારા સૂચના આપવામાં આવી હતી.આ મિટિંગમાં શિનોર એ.પી.એમ.સી.ચેરમેન સચિન પટેલ,સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગરબા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ રાજેશ વસાવા સાથે સત્યા ટીવી શિનોર

error: