Satya Tv News

આંતરરષ્ટ્રીય બાલિકા દિવસની કરી ઉજવણી
સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત થીમનું આયોજન
કિશોરી મેળાનું આયોજન કરાયુ

વાલીયા તાલુકાનાનાં હેલ્થ સેન્ટર ખાતે આજ રોજ ‘આંતરરષ્ટ્રીય બાલિકા દિવસ ‘નિમિત્તે આઈ.સી. ડી.એસ કચેરી વાલિયા દ્વારા પ્રોગ્રામ ઓફિસર,જિલ્લા પૂર્ણા કન્સલટન્ટ તેમજ બાળ વિકાસ યોજના અધિકારીના માર્ગદર્શન હેઠળ ‘સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત’ થીમ હેઠળ કિશોરી મેળાનું આયોજન કરવામા આવ્યું હતું.

આજરોજ ના રોજ વાલિયાની તાલુકા હેલ્થ કચેરી ખાતે ‘આંતરરષ્ટ્રીય બાલિકા દિવસ ‘નિમિત્તે આઈ.સી. ડી.એસ કચેરી વાલિયા દ્વારા પ્રોગ્રામ ઓફિસરશ્રી, જિલ્લા પૂર્ણા કન્સલટન્ટ તેમજ બાળ વિકાસ યોજના અધિકારીના માર્ગદર્શન હેઠળ ‘સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત’ થીમ હેઠળ કિશોરી મેળાનું આયોજન કરવામા આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ સીતા વસાવા , જિલ્લા આરોગ્ય અધિકારી ડો.દુલેરા ,આરોગ્ય સમિતિના ચેરમેનશ આરતી પટેલ,તાલુકા પંચાયતના સભ્યો તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના કો – ઓર્ડીનેટરઓ, જેન્ડર સ્પેશ્યાલિસ્ટ,તેમજ ન્યુટ્રિશન આસિટન્ટ ઉપસ્થિત રહી સૌનો ઉત્સાહ વધાર્યો હતો.કિશોરી મેળામાં આરોગ્ય, શિક્ષણ,મહિલા અને બાળવિકાસના સ્ટોલ બનાવવામાં આવેલ તેમજ વિવિધ વિભાગના અધિકારી, કર્મચારીઓએ કિશોરીઓને આરોગ્ય પોષણ શિક્ષણ વિશે માહિતી આપી હતી.સદર કાર્યક્રમમાં કિશોરીઓ, આઈ.સી.ડી.એસ સ્ટાફ તેમજ આંગણવાડી કાર્યકર બહેનો, બ્રિટાનિયા ન્યુટ્રિશન ફાઉન્ડેશનના સ્ટાફે ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળાપૂર્વક પૂર્ણ કર્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ મિતેષ આહીર સાથે સત્યા ટીવી નેત્રંગ

error: